________________
સર્ગ - ૧૩
૩િ૧છે.
પાંડવ ચરિત્રમ્ દોષને માટે હું વૈદ્ય છું. મારા આ હલ અને મુશલ પાંચેય પાર્ટુપુત્ર ફલ બતાવશે ઇત્યાદિ કહીને ક્રોધ કરતો બલભદ્ર પોતાના આવાસમાં જલ્દી ચાલી ગયો.”
બલભદ્રની પાછળ સૂર્ય પણ ક્રોધથી લાલ થયેલાની જેમ લાલ થઈને બીજા દ્વીપમાં ચાલ્યો ગયો. પડેલા દુર્યોધનની વેદનાથી પીડાતા પાંડવો છાવણીની રક્ષા માટે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને યોજીને કૃષ્ણની સાથે બલભદ્રને વશમાં લેવા માટે ત્યાં આવ્યા. ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી તે સેનાને લઈને સૈન્યમાં આવ્યા. હવે દુર્યોધનના સૈનિકો દુર્યોધનને ઉપાડીને પોતાની સેનામાં લઈ ગયા. પછી કૌરવ સૈનિકો રાત્રિએ ઘાતથી જર્જર અને કંઠ સુધી આવેલા પ્રાણવાળા દુર્યોધનને વીંટળાઈ ઊભા રહ્યા. તે દુઃખથી પીડાતાને દીનમુખવાળા જોઈને કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા તે કુરુપુંગવ એવા દુર્યોધનને કહે છે: “હે રાજેન્દ્ર ! તમે માનીઓમાં શ્રેષ્ઠ છો કે આવી સ્થિતિમાં પણ તમે દીનતા ધારણ ન કરી. અમે તો કર્મચંડાલ કૃતધ્રોમાં એક ધુરંધર છીએ કે જેઓના દેખતા છતાં શત્રુઓ વડે તમારી આવી દશા કરાઈ છે. હવે અમે આપની આજ્ઞાથી સુખપૂર્વક રહેલા યુદ્ધને જીતેલા પાણ્ડપુત્રોને જીતીને પાર્ટુપુત્રોના મસ્તકો તમને બતાવીને અઢણી બનીશું.”
એ પ્રમાણેના અમૃતરસની વર્ષા જેવા તેઓના આવા વચનોથી વેદનાનો આવેગ ભૂલી જઈને દુર્યોધન તેઓને ખેંચીને ભેટી પડ્યો.
પછી સંતુષ્ટ ખુશ થયેલા દુર્યોધને અશ્વત્થામાદિની આગળ કહ્યું કે : “હે શૂરવીરો ! તમે જે કહ્યું તે શત્રુઓના મસ્તક છેદીને અમે તમને બતાવીશું. તે બધું તમારાથી થશે જ. કારણ કે એવું શું છે કે જે તમારાથી ન થાય ? જેની પાસે ચિંતામણિ રત્ન છે, તેને શું દૂર છે. અર્થાત્ તેને શું સાધ્ય નથી ?” ઈત્યાદિ કહીને તે શ્રેષ્ઠ શૂરવીરોને ખુશ કર્યા અને કહ્યું કે તમે જલ્દી જાઓ. શત્રુ એવા પાંડવોના શિર છેદીને મને જલ્દી બતાવો. કારણ કે મારા પ્રાણી જલ્દી નીકળી જવા ઈચ્છે છે. તે શત્રુઓના મસ્તક જોઈને સુખપૂર્વક જાઉં અર્થાત્ સુખ પામું. કારણ કે તું દ્રોણના લોહીનો પુત્ર છે. હું તો માનસ પુત્ર છું. આથી તું મારો ભાઈ છે, બંધુ હોવાથી વારંવાર વિનવું છું કે મારા પ્રાણો ટકવા માટે સમર્થ નથી. આથી તે જલ્દી જઈને આ કાર્યને પૂર્ણ કર. મારા ઉપર ઉપકાર કરીને યુધિષ્ઠિરાદિ પાંચેય ભાઈઓના મસ્તક છેદીને લઈ આવ. જેથી પરલોક પ્રતિ પ્રયાણ કરતાં મારા માટે ભાતું-ખોરાક થાય. આ પ્રમાણે કરતાં મારા પ્રાણો સુખપૂર્વક પરલોકમાં ગમન કરશે. કારણ કે તું અજેય છે. તને એકલાને પણ સેંકડો શત્રુઓ જીતી શકે તેમ નથી. તેમાં વળી કૃપાચાર્ય, કૃતવર્માદિ સાથે છે, તે પછી પૂછવું જ શું ?
ઇત્યાદિ વચનો દ્રોણપુત્ર અશ્વત્થામાને કહીને પાંડવોના વધ માટે તેને રાત્રિએ જ મોકલ્યો. તે ત્રણેય કેટલાય સેંકડો સુભટોથી પરિવરેલા યુદ્ધને માટે પાંડવોની છાવણીમાં આવી ગયા. રાત્રે જ સેનાની વચ્ચે આવીને આ પ્રમાણે પાંડવોના સુભટોનો તિરસ્કાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org