________________
સર્ગ - ૧૦
૨૩૯)
પાંડવ ચરિત્રમ્ બધા શસ્ત્રો તે પર્વતની ગુફામાં સર્પબીલ નજીક સમીવૃક્ષની પાસે અર્જુને રાખ્યા.” પછી તે પાંડવોએ જુદા જુદા વેષોને ધારણ કર્યા. યુધિષ્ઠિરે જાતે મહાબ્રાહ્મણનો વેશ પહેરીને બધા પહેલાં આગળ થઈને વિરાટનગરમાં પ્રવેશ કર્યો. પછી તે પાંચ પાંડવો નગરને જોતાં વિરાટ દેશના રાજા મલ્યરાજાની સભામાં આવ્યા.
તે પાંચેયની અંદર રહેલો, બાર અંગોમાં તિલકોને કરેલો (ધરતો) પવિત્ર દાભવાળો, યજ્ઞોપવિતવાળો, શ્વેત કપડાં પહેરેલો દ્વાર પર આવેલો જયવિપ્રને જાણીને દ્વારપાલે અંદર સભામાં જઈને મત્સ્યરાજાની આગળ વિનંતી કરી. હે રાજેન્દ્ર ! તમારા દ્વાર પર કોઈ પાંચ પુરુષો આવ્યા છે. તમારી આજ્ઞા હોય તો સભામાં આવશે. રાજાએ કહ્યું : “બોલાવી લાવો.” પછી દ્વારપાલે બોલાવેલા પાંચેય જણા રાજસભામાં આવી ગયા. મત્સ્યરાજા તે પાંચેયના રૂપને જોઈને કૌતુકથી ઉત્સુક મનવાળો વિચારે છે. અહો ! જાણે શું ધર્મ જાતે જ બ્રાહ્મણ રૂપે પૃથ્વીતલ પર ઉતર્યો ન હોય ? અથવા તો સુરગુરુ (બૃહસ્પતિ) મને પવિત્ર કરવા માટે સ્વર્ગથી અહીં આવ્યા છે. કારણ કે બ્રાહ્મણની આવા પ્રકારની આકૃતિ મેં ક્યારે પણ જોઈ નથી.
મસ્યરાજાએ નમસ્કાર કરેલો, આશીર્વાદ આપેલો રાજાએ બતાવેલ જયવિપ્ર આસન પર બેઠો. મત્સ્ય રાજાએ પૂછ્યું : હે વિપ્ર ! તું ક્યાંથી આવ્યો છે? - જયવિએ કહ્યું: “હે રાજેન્દ્ર ! હું કંક નામનો બ્રાહ્મણ છું. તમે મને યુધિષ્ઠિરનો પ્રિય મિત્ર નામનો પુરોહિત જાણો. દરરોજ રાજાનો જુગારી હું સર્વત્ર જયને મેળવનારો છું.” એ સાંભળીને મસ્યરાજાએ જયવિપ્રને પૂછ્યું : “હે વિપ્ર ! આ રીતે તું નજીક હોવા છતાં યુધિષ્ઠિર કેવી રીતે હારી ગયા. દુર્યોધન કેવી રીતે જીતી ગયો.” જયવિએ કહ્યું : “ત્યારે હું બીજે ગામ ગયો હતો. મારા પરગામ જવાથી કપટી એવા દુર્યોધને માયા કરીને પોતાના નગરમાં લાવીને સમસ્ત પૃથ્વી હરાવી દીધી.” યાને યુધિષ્ઠિર દુર્યોધનની માયા કપટથી સમસ્ત પૃથ્વી હારી ગયા. તે દિવસથી લઈને બાર વર્ષ સુધી વનવાસી થયા. તે પાંડવો ક્યાં છે, એના કોઈપણ સમાચાર સાંભળવામાં આવ્યા નથી. આથી માયાવી દુર્યોધનને છોડીને ગુણવાન એવા આપને જાણીને સેવા માટે આવ્યો છું.
મસ્યરાજાએ કહ્યું : “હે વિપ્ર ! તું યુધિષ્ઠિરની જેમ મારી પાસે નિઃશંક સુખપૂર્વક રહે. રાજા યુધિષ્ઠિરને ધન્ય છે, જેને તમારા જેવો સારો મિત્ર છે. કારણ કે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેઃ રાજ્યલક્ષ્મી સુલભ છે. પરંતુ તમારા જેવો મિત્ર ક્યાંય પણ મળે નહિ.” એ પ્રમાણે કહીને સુવર્ણ, મુક્તાફલ આદિના આભૂષણોને આપી પુરોહિતપણે સ્થાપીને રાજાએ પોતાની પાસે રાખ્યો અને તે કંક પણ રાજાની સાથે ક્રીડા કરતાં સુખપૂર્વક રહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org