________________
પાંડવ ચરિત્રમ્
૨૭૮
સર્ગ - ૧૨ કરું?” ત્યારે દુર્યોધને કહ્યું : “કર્ણ પણ બાણ છોડવામાં હોંશિયાર હોવા છતાં પણ પિતામહ ગાંગેય વિના શું કરશે?” વળી પણ ગાંધારી પુત્રે (દુર્યોધને) ભીખને કહ્યું : “હે તાત ! જો તમે મારા ઉપર ક્રોધ ન કરો તો હું કંઈક વિનંતી કરું ?”
ગાંગેયે કહ્યું: “તને જે ગમે તે કહે.” હે તાત ! તમો યુદ્ધના ભારને ગ્રહણ કરવામાં આગળ આવો.
પૃથ્વીના અતિભારને વહન કરનારા શેષનાગ વિના બીજો કોણ છે? કૌરવેન્દ્રની વાણી સાંભળીને પિતામહ ગાંગેયે સેનાપતિપણું અંગીકાર કર્યું. પછી દુર્યોધને પિતામહને મહાઉત્સવપૂર્વક સેનાપતિપણે અભિષેક કર્યો (સ્થાપ્યો). આ વૃત્તાંત માગધ જઈને પાંડવોની સમક્ષ કહ્યું: “હે રાજન્ ! કૌરવોના અગ્રણી દુર્યોધન મારા દ્વારા તમને કહેવડાવે છે. હું આપની સાથે યુદ્ધ કરવા ઉત્સુક છું. પહેલા જરાસંઘ પાસે મેં માગ્યું છે. તેથી મેં ઘરે આવીને યુદ્ધ માટે સેનાપતિપણે ગાંગેયની સ્થાપના કરી છે, તે રણ દીક્ષિત ગાંગેય યુદ્ધ પ્રસંગે આપને મળવા માટે અત્યંત ઇચ્છે છે. તમે તમારે તમારા સૈન્યથી પરિવરેલા યુદ્ધ માટે તૈયાર થઈ કુરુક્ષેત્રની ભૂમિ પર સવારે આવી જવું.”
તે દૂતનું વચન સાંભળીને હર્ષથી ઉલ્લસિત મનવાળા યુધિષ્ઠિરે તેને કહ્યું : “હે માગધ ! તારા કહેવાથી હું સવારે જ કુરુક્ષેત્રની ભૂમિ પર સૈનિકો અને વાહન સાથે અને ભાઈઓ સાથે આવી જઈશ.” જો હું સવારે રણઆંગણે ન આવું તો સત્યવાદીપણું મારું દૂર થાય. યુધિષ્ઠિરે સોનાની રાશિ આપવાપૂર્વક તેને સત્કારીને વિદાય આપેલો તે કૃષ્ણની પાસે આવ્યો. પછી આ કૌરવોની ચારણોએ કહેલી કથાને કરીને યુધિષ્ઠિરે કૃષ્ણ પાસે પહેલું યુદ્ધ માગ્યું. કૃષ્ણ કહ્યું કે : “હે યુધિષ્ઠિર ! બંનેનું સરખું વિભાજન કરશો નહિ.”
યુધિષ્ઠિરે કહ્યું : “હે કૃષ્ણ ! આ યુદ્ધમાં તમારી સૌમ્યદષ્ટિથી અમારો જય જ છે. આ યુદ્ધમાં હું સહાયની અપેક્ષાવાળો નથી.” ફરી કૃષ્ણ કહ્યું : “તો હું અર્જુનના રથનો સારથિ થઈને તમારું યુદ્ધ જોઈશ.” કૃષ્ણની તે વાણી સાંભળીને યુધિષ્ઠિર ગૃહે જઈને પોતાના લશ્કરને યુદ્ધ કરવા માટે આદેશ આપ્યો. તેથી બધા સૈનિકો યુધિષ્ઠિરના કહેવાથી તૈયાર થઈ ગયા. હવે યુધિષ્ઠિર બધા સામંતોની સંમતિથી દ્રુપદરાજાના પુત્ર દુધ્રુમ્નને સેનાપતિ બનાવ્યો.
તે વખતે સુભટોના ઘરોમાં અસ્ત્રદેવીની આગળ બલિ પુષ્પ, ઉપહારાદિપૂર્વક મહોત્સવ શરૂ કર્યા. પોતપોતાના ભરથારની ઇચ્છાવાળી સુભટ સ્ત્રીઓ દેવદેવીઓની માનતા કરતી અલગ અલગ વાત સંભળાય છે. પછી પતિના પ્રેમમાં ઉલ્લાસવાળી સુભટોની સ્ત્રીઓ ઇચ્છા પ્રમાણે પતિઓને આલિંગન દેતી હતી, ભેટતી હતી. કેટલીક સ્ત્રીઓ પોતાના પુત્રોને આ પ્રમાણે કહેતી હતી : “હે પુત્ર ! જેવી રીતે હું વીરને જન્મ આપનારી છું, એ પ્રમાણેની જગતમાં પ્રસિદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org