________________
સર્ગ - ૧૩
(૨૯૩).
પાંડવ ચરિત્રમ્ જોઈને મારું મન અત્યંત દુઃખી થાય છે. તેથી કૃપા કરો, ખુશ થાઓ. દુઃખી એવા મને શલ્યના ઉપચારની આજ્ઞા આપી ઉપકાર કરો. જેથી શલ્ય ઉપચાર કરી અને છીદ્રને પૂરી પ્રસન્નતા પામું.” હવે યુધિષ્ઠિરને ગાંગેયે કહ્યું : “હે વત્સ ! આ બાણના ઘા અલ્પ પણ મારા શરીરને દુઃખ આપતા નથી. પરંતુ પૂર્વભવમાં ઉપાર્જલા અને આ ભવમાં ઉપાર્જેલા પાપશલ્યો દુઃખે કરીને દૂર થાય તે માટે હમણાં તો તે ભાવશલ્યો આ ભદ્રગુણાચાર્ય ગુરુ ઉદ્ધરશે (દૂર કરશે).”
ક્ષણવાર વિલંબ કરીને બધાના જોતાં ભીખે પાંડવ અને કૌરવોને કહ્યું: “હે વત્સ! મને તૃષા અધિક પીડે છે. આથી મારા માટે સુગંધિત શીતળ જળ લઈ આવો. જેથી કરીને મારી તરસ છીપે. આ સાંભળીને પાંડવ-કૌરવો સ્વચ્છ સુગંધિત શીત પાણી લાવ્યા. તે પાણીને સુવર્ણ પાત્રમાં ભરીને તેઓએ તેમની આગળ મૂક્યું.” તે પાણીને દૂર કરીને પિતામહ ફરી બોલ્યા: “તિર્યંચો વડે જે છોડી દેવાયેલું (એંઠુ નહિ કરાયેલું), જેને સૂર્યના કિરણોએ સ્પર્શ કર્યો નથી. તે પાણી પીવા માટે મારું મન ઇચ્છી રહ્યું છે.” તે સાંભળીને તે બધાય વિચારે છે. આવું પાણી મળવું અતિદુષ્કર છે.
એ પ્રમાણે કર્તવ્યમૂઢ બનેલા પાંડવ કૌરવોને જાણીને ગાંગેયે અમૃતની વર્ષા કરતી દૃષ્ટિને અર્જુન પર નાખી. ગાંગેયનો અભિપ્રાય જાણીને શસ્ત્ર શાસ્ત્રના જાણકાર અર્જુને ધનુષ્યની મંડલી કરીને વરુણબાણ તૈયાર કર્યું. નીચે દૃષ્ટિ કરીને બાણ છોડ્યું તે જ વખતે તેની કીર્તિની જેમ સ્વચ્છ, નિર્મલ-ઉજ્જવલ પાતાલમાંથી બધાયના જોતાં પાણીની ધારા નીકળી. પછી તે પાણી સુવર્ણવાળા પાત્રમાં ભરીને પિતામહની આગળ તેણે મૂક્યું.
ગાંગેયે પણ તે પાણીને નેત્રપડલ વડે પીને (જોઇને) પ્રીતિપૂર્વક અર્જુનને કહ્યું: “હે વત્સ! આ પાણી લાવતા જ તું મારી તૃષાને દૂર કરનારો બન્યો છે. હે વત્સ ! જા સ્વભાઈઓની સાથે સુખપૂર્વક બેસ (ર) તથા તું ભુવનને ઓળંગી જનારા એવા ગુણો વડે વિજયી થા.”
હવે ગાંગેય દુર્યોધનને હિતકારી વચન કહે છે : “હે વત્સ ! અર્જુનનું બળ જોયું.” નીચે મુખે દુર્યોધન બધું સાંભળે છે.
હે વત્સ ! આ કુરૂક્ષેત્રમાં જન્મ પુણ્યથી મળે છે. પ્રાપ્ત થાય છે. જેમ સમ્યગ્દર્શન વિના અનુત્તરમાં જન્મ મળતો નથી.
આ કુળને ઉચિત તારામાં ગુણો રહ્યા છે. આથી હે વત્સ ! હું વાત્સલ્યના કારણે હાલ કાંઈક કહું છું. એક વિનય અને બીજો ન્યાય. આ બે ગુણો આગળ કર. કારણ કે વિનય કરવા યોગ્યનો વિનય શ્રેષ્ઠ કીર્તિ અપાવે છે. રામને વિષે નમ્ર એવા લક્ષ્મણનો આજ પણ યશ જાગતો છે. તેવી રીતે તું પણ યુધિષ્ઠિરનો વિનય કર. ન્યાય શું છે ? અવધિ પૂર્ણ થતાં કપટથી રમેલા જુગાર વડે ગ્રહણ કરેલું રાજ્ય પાછું આપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org