________________
(બારમો સર્ગ)
હવે એક દિવસ સોમક નામનો જરાસંઘનો દૂત દ્વારિકા નગરીમાં આવ્યો. સુવર્ણમય મહેલોવાળી તે દ્વારિકા નગરીને જોઈને બુદ્ધિમાન એવા તેણે ઇન્દ્રપુરીને ઘાસ સમાન માની તે નગરીમાં મણિ, મોતી આદિથી શોભતી દુકાનને જોઈને જરાસંઘના દૂત સોમકને સમુદ્ર તો માત્ર પાણી શેષ રહેલો જણાયો. (સમુદ્રનું પાણી અલ્પમાત્રમાં જોયું.) તે સોમક નામનો દૂત રાજમહેલમાં ગયો. ત્યાં અક્ષોભ્યાદિ ભાઈઓથી પરિવરેલા નેમિ, મહાનેમિ, કૃષ્ણ, બલભદ્રાદિ પુત્ર, ભાઈના પુત્રો વડે પરિવરેલા, રાજકુલથી નમેલા ચરણવાળા, શ્વેત છત્રથી શોભતા મસ્તકવાળા, વેશ્યા (વારાંગના)ના કરકમલથી વિંઝાતી ચામરવાળા, રત્નના સિંહાસન પર બેઠેલા, પૂર્વાચલ (ઉદયાચલ)ના મસ્તક પર સ્થિત, ઉગતા સૂર્યની જેમ શોભતા એવા સમુદ્રવિજય રાજાને જોયા. જરાસંઘ રાજાના પ્રતાપની જેમ સોમક સમુદ્રવિજય રાજાની આગળ હાજર થયો.
વાચાળમાં મસ્તકના મણિ જેવા સોમકે સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે કહ્યું : “હે સમુદ્રવિજય ! ગાયનું દૂધ પીનારા બલભદ્ર અને કૃષ્ણ નામના આ તમારા બે પુત્રો કંસને હણીને અહીં આવીને દિવ્યતા ભરેલી આ દ્વારિકાને બનાવી સુખપૂર્વક રહ્યા છે. કંસની પત્ની જીવયશાએ જરાસંઘની આગળ આવીને કૃષ્ણથી કંસ હણાયો છે. આ પ્રમાણે ઊંચા સ્વરે પોકાર કર્યો.” તેથી જરાસંઘની આજ્ઞાથી જીવ શાનો ભાઈ કાલકુમાર યાદવોની પાછળ દોડતો માર્ગમાં એક પર્વતની નીચે મનુષ્ય વગરની સૈન્યની છાવણીને સો ચિતાઓથી ઘેરાયેલી જોઈને અને તેની નજીકમાં એક વૃદ્ધને શોકથી દુઃખી જોઈને પૂછ્યું: “હે સ્થવિરે ! તું કોણ છે ? શા માટે રુવે છે ?”
તેણીએ કહ્યું “તમારી બીકથી રામકૃષ્ણાદિ બધાય યાદવો નાસી જઈને આ ચિતામાં પ્રવેશી ગયા છે. હું પણ કૃષ્ણની બેન આ કલ્પાંતકાલની ઉપમા જેવા દાવાનલમાં પ્રવેશવાને ઇચ્છું છું. એમ કહીને તે પણ અગ્નિમાં પ્રવેશી. આવા સ્થવિરાના વચન સાંભળીને કાલકુમારે વિચાર્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org