________________
નવમો સર્ગ) તે તવનમાં તે પાડુપુત્રો સુકૃત (પુણ્યકાર્ય) કરતાં હતાં, ત્યારે એક વખત દુર્યોધનની ભાર્યા ભાનુમતિ પાંડવોની પાસે આવી, તે ભાનુમતિને આવતી જાણીને દ્રૌપદી સામે જઈને યથાયોગ્ય વિનય કરીને કુન્તીની પાસે લઈ આવી, તે પણ કુન્તીને અને યુધિષ્ઠિરને નમીને આગળ બેઠી. ભીમ આદિએ ઔચિત્યાદિ કર્યું અને દ્રૌપદીએ આપેલા આસન પર બેઠી. પડી ગયેલા (શ્યામ) મુખવાળી તેણી (ભાનુમતિ)એ પોતાના વસ્ત્રના છેડાથી મુખ પર આવરણ કરીને રોતી અને રૂંધાઈ ગયેલા કંઠવાળી તે કંઈ પણ બોલવા માટે સમર્થ ન બની.
યુધિષ્ઠિરે કહ્યું : “શું થયું છે ? મારા ભાઈ દુર્યોધનને સારું છે ને ?” એ પ્રમાણે યુધિષ્ઠિરે પૂછતાં તે જોરથી રડવા લાગી. તેથી કુન્તીએ અને દ્રૌપદીએ વસ્ત્રના છેડાથી તેના આંસુ પોંછીને કુન્તએ પૂછ્યું: “હે વત્સ ! તું કયા કારણે રડે છે ?” યુધિષ્ઠિરે પણ પૂછ્યું : વારંવાર કેમ રડે છે ?” પછી ભાનુમતિએ તેઓની આગળ ખોળો પાથરીને કહ્યું: “હે રાજેન્દ્ર ! હું તમારી પાસે પતિની ભીક્ષા માંગું છું.” યુધિષ્ઠિરે કહ્યું: “હે સુન્દરી ! મારા ભાઈ દુર્યોધનને શું કોઈપણ જાતનું દુઃખ આવ્યું છે ? જેથી કરીને તે પતિની ભીક્ષા માંગે છે ?” તેણીએ કહ્યું : “તમારા ભાઈ દુર્યોધન ગોકુલ જોવાને માટે વૈતવનની ભૂમિ પર આવતા હતા, ત્યારે વૈતવનની નજીકમાં એક દિવ્યવનને જોયું.”
તે દિવ્યવનમાં પ્રવેશ કરતા અગ્રસૈન્યને (સૈનિકોને) વનપાલકે રોક્યા છે. હે સૈનિકો, તમે આ વનમાં પ્રવેશ કરશો નહિ. આ વન ચિત્રાંગદ વિદ્યાધરનું છે. આ વનમાં જો પ્રવેશ કરશો તો અવશ્ય મૃત્યુને પામશો.
એમ કહીને ઉદ્યાનપાલકથી હાંકી કઢાયેલા દુર્યોધનના સૈનિકો રાજાની પાસે ગયા. રાજા એવા દુર્યોધનને વિનંતી કરી જણાવ્યું). હે રાજેન્દ્રી આ વનમાં સ્વર્ગના લોકોને પણ દુષ્ટપ્રાયઃ એવો એક દેવવિમાનથી પણ અત્યંત સુંદર મહેલ છે, પરંતુ ત્યાં પણ રક્ષકો પ્રવેશ કરવા દેતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org