________________
સર્ગ - ૫
પાંડવ ચરિત્રમ્ તે સાંભળીને પાડુ રાજાએ ધર્મપુત્રના અભિષેકને માટે પુત્રોને બોલાવીને સર્વ સામગ્રી એકઠી કરવા માટે તૈયારી કરી (શરૂઆત કરી) તથા હસ્તિનાપુરની ચારે દિશાઓમાં રાજાઓને રહેવાને યોગ્ય આવાસો બનાવ્યા. જાણે ચંદ્રની આગળ તારલાની જેમ શોભી રહ્યા ન હોય તથા કૃષ્ણાદિ રાજાઓને બોલાવવાને માટે જુદા જુદા દૂતોને મોકલ્યા. પાડુ રાજાએ પોતાના ઘરમાં સર્વ વાજિંત્રો દ્વારા ધવલ-મંગલ ગીતો ગવડાવ્યા અને તે નગરમાં લોકોએ પોતપોતાના ઘરના દ્વારે તોરણો બાંધ્યા. લોકોએ દરેક ઘરને કેળના સ્તંભની કાન્તિ વડે શોભતું તે નગરને બનાવ્યું. વિવિધ ગામથી આવેલા વિવિધ વેશભૂષા વડે નગરજનોના નેત્રને કૌતુક પૂરું પાડ્યું. આવેલા સર્વ રાજાઓના હાથી, ઘોડાદિ વડે ઉડેલી ધૂળ અભિષેક રૂપ જલમાં તણાઈ જવાની ભીતિથી આકાશમંડલમાં જાણે ચાલી ગઈ. કુન્તી માદ્રીઆદિ માતૃ વર્ગ વડે યુધિષ્ઠિરનું માંગલ્યકારી સ્નાન શરૂ કર્યુ. ગાંગેય વગેરે સ્વજન વર્ગોએ તપસ્વી પુત્ર યુધિષ્ઠિરના અભિષેકને માટે માણિક્યમય અદ્ભૂત વિમાનની જેમ મનોહર સૌધર્મ સભાનું અનુકરણ કરનારા શિલ્પીઓ વડે એક અભિષેક મંડપ કરાવ્યો. તે મંડપમાં રાજા માટે એક ભદ્રપીઠને મૂકીને તેના પર યુધિષ્ઠિરને બેસાડીને બ્રાહ્મણો વડે વિધિ કરાવી. પછી પુરોહિતને આગળ કરીને બધા રાજાઓએ સુવર્ણ કળશમાં ભરેલા તીર્થના પાણી થકી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કર્યો. પાડુ રાજાએ પણ તેવી રીતે જ યુધિષ્ઠિરને મંત્રથી પવિત્ર કરેલા પાણીથી અભિષેક કર્યો. એ પ્રમાણે ગાંગેય, વિદૂર, દુર્યોધન, ભીમ, અર્જુનાદિ સ્વજનોએ અભિષેક કર્યો. પછી દાન અને માન વડે કરીને સંતોષ પામેલા યાચકોએ સ્તુતિ કરી. ધર્મનંદન (યુધિષ્ઠિર)ને માટે કરાયેલી પ્રશંસાને સાંભળનારાઓએ યાચકોને દાન આપ્યું.
કહ્યું છે કે – પાત્રમાં આપેલું દાન ધર્મનું કારણ બને છે. તેનાથી ઈતર એટલે કે બીજી જગ્યાએ આપેલું દયાનું કારણ બને છે. તે વિખ્યાત છે. મિત્રવર્ગમાં આપેલું દાન પ્રીતિને વધારનારું છે. શત્રુજનમાં વૈરને દૂર કરવામાં સમર્થ બને છે. નોકરમાં ભક્તિને વધારનારું છે. રાજાઓમાં માન-પૂજાદિને આપનારું છે અને ભટ્ટાદિમાં યશને કરનારું છે. જેથી આપેલું દાન કોઈપણ સ્થાને નિષ્ફળ જતું નથી.
મોક્ષરૂપ ફલને આપનાર દાનને વિષે પાત્ર-અપાત્રની વિચારણા કરવી પણ સર્વજ્ઞોએ દયાદાન (અનુકંપા) આપવા માટે કોઈપણ સ્થાને નિષેધ કર્યો નથી. - ઇત્યાદિ વિચારીને નવા વાદળની જેમ સુવર્ણ, રત, મણિ-માણિક્ય આદિ વડે યુધિષ્ઠિરે યાચકો પર વર્ષા કરી. યુધિષ્ઠિરના આદેશથી સામંતોએ દેશો દેશમાં, નગર નગરમાં અમારિ પટહ વગડાવ્યો. (ધર્મપુત્ર) યુધિષ્ઠિરના આદેશથી જિનેશ્વરના મંદિરમાં પૂજા આદિ મહામહિમાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org