________________
સર્ગ - ૭
૧૯૩)
પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે યુધિષ્ઠિર બોલે છતે જ (બોલતાં જ) ભીમે આદરપૂર્વક કુન્તીને તથા મોટા ભાઈ (યુધિષ્ઠિર)ને નમસ્કાર કર્યા. પ્રણામ કરતાં નાના ભાઈઓને પ્રેમપૂર્વક આલિંગન આપી (ભેટી)ને ક્ષોભનું કારણ પૂછ્યું : “હે બાંધવો! તમે ક્ષોભ પામેલાની જેમ કેમ ઊભા છો ?” તે સાંભળીને અર્જુને ભીમને જે વૃત્તાંત (વાત) હતો તે બધો કહ્યો. પછી ભીમ તે બધા સ્વજનોને વાણી વડે સંતોષીને દ્રૌપદીની પાસે ગયો. ચિતાની પાસે ઉભેલી દ્રૌપદીને જોઈને ભીમે રમત-ગમત કરતાં હાથ વડે તેની આંખો ઢાંકી દીધી. તેથી દ્રૌપદીએ તેને રાક્ષસ માનીને ભયથી કંપતી આ પ્રમાણે વાણી બોલી : “હે રાત્રિચર ! હે પાપિષ્ઠ ! દુષ્ટ ! ભીમને હણીને પાપરૂપી કાદવથી ખરડાયેલા હાથ વડે મને અડ નહિ. મારી આંખો દબાવ નહિ, મારાથી દૂર જા. જો દૂર નહિ જાય તો તને શ્રાપ આપી ભસ્મસાત્ કરીશ. રે પારિષ્ઠ ! આર્યપુત્ર ભીમનો વધ કરીને તું અહીંયા આવ્યો છે. આથી જ તું જોવા લાયક નથી, એ પ્રમાણે તિરસ્કાર કર્યો.”
જે તારા બે હાથો મારા પ્રિયના વધ માટે ઉપયોગ કરાયા છે, તે જ તારા ઉગ્ર દંડને ઉચિત મહાદુષ્ટ એવા બે હાથો દૂર કર. કારણ કે જીવતા એવા મારા પ્રાણપ્રિય પતિને મા છતે (મારતા) પહેલા હું જ તારાથી હણાઈ જ છું. વળી પણ તારે હમણાં મરેલાને મારવાનું ઉચિત નથી. એ પ્રમાણે ખેદ કરતી પ્રિયા (દ્રૌપદી)ને જોઈ ભીમ બોલ્યો. - હે પ્રિયે ! દ્રૌપદી ! ડર નહિ. આકુળ-વ્યાકુલ થયા વિના જો, તારી આગળ આ રાક્ષસ નથી. પરંતુ રાક્ષસનો ઘાત કરનાર તારો પ્રિય છે..તારો ભરથાર છે.
પછી દ્રૌપદી કમળની જેમ વિકસ્વર થયેલા નયનો થકી ઉત્સાહપૂર્વક ભીમને સારી રીતે જુએ છે. તે ભીમને જોઈને હર્ષિત મનવાળી થઈ, ત્યારે તેણી ભીમ સાથે એવી રીતે ભેટી કે જાણે તે બંનેનું શરીર એક જ હોય તેવું લાગવા લાગ્યું. ભાઈ અને માતાના મિલનથી અને સાથે પ્રેમના અતિરેકવાળી પ્રિયાના ભેટવા થકી ભીમનો બધોય યુદ્ધનો શ્રમ દૂર થઈ ગયો. ત્યારે વાજિંત્રના મોટા અવાજ વડે ભીમને આવેલી જાણીને એકચક્રી નગરીનો મુખ્ય નાયક (રાજા) પરિવાર સાથે અને નગરજનોથી પરિવરેલો ભેટયું લઈને યુધિષ્ઠિરની પાસે આવ્યો.
પછી યુધિષ્ઠિરનો નાનો ભાઈ ભીમ આવીને નજીકમાં બેઠો. ત્યારબાદ રાજા અને બધાય નગરજનો ભેટણું આગળ મૂકીને બક રાક્ષસનો ઘાત થયેલો જાણીને બાંધવ સાથે યુધિષ્ઠિરને પ્રણામ કરે છે અને તેથી બધાય લોકોએ ભીમની આગળ ગીત, ગાન અને વાજિંત્રની સાથે નૃત્ય કર્યું તથા નગરની નારીઓએ ધવલ મંગલ કર્યા. કેટલાક લોકો મંગલ આશીર્વાદ થકી અભિનંદે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org