________________
સર્ગ - ૮
૨૦૮
પાંડવ ચરિત્રમ્
પર પછાડે છે, તેટલામાં ભીલ્લ વેષને છોડીને તે જ વખતે દિવ્યરૂપવાળો થયો. અર્જુન વિચારે છે, અહો ! હું શું જોઉં છું ? કોઈ મને ઇન્દ્રજાલ બતાવે છે ? આ મારો શું જાતિનો વિમોહ છે ? એ પ્રમાણે અર્જુન જ્યાં વિચારે છે, તેટલામાં બોલ્યો તે આ પ્રમાણે–
તારી શૂરવીરતાની પરીક્ષા કરવા માટે મેં આ માયા કરી હતી, તારા આ પરાક્રમથી હું ખુશ થયો છું. વરદાન માંગ.
અર્જુને કહ્યું : “તું કોણ છે ?’’ તેણે કહ્યું : “વિશાલાક્ષ વિદ્યાધરનો હું પુત્ર છું અને પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાને પાર પામેલા મારૂં નામ ચંદ્રશેખર છે. મિત્રના કામ માટે તારી પાસે આવ્યો છું.” અર્જુને કહ્યું : “તો તારૂં આ વરદાન દૂર રાખ. અવસરે હું માંગી લઈશ. તારે જે કાંઈ કામ હોય તે કહે.” વિદ્યાધરે કહ્યું : “સાંભળ, વૈતાઢ્ય પર્વત પર રથનુપુર નામનું નગર છે. તે નગરનો નાયક વિદ્યુત્પ્રભ નામનો રાજા છે. તેને ઇન્દ્રાણી નામની પટ્ટરાણી છે. તેઓને તીવ્ર તેજસ્વી, સર્વ કલાઓના પારને પામેલા પહેલો ઇન્દ્ર અને બીજો વિદ્યુન્નાલી એમ બે પુત્રો છે. એક દિવસ વિદ્યુત્પ્રભ રાજા ગુરુની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામવાથી પોતાના રાજ્ય પર ઇન્દ્રને બેસાડીને નાના વિદ્યુન્નાલીને યુવરાજ પદે સ્થાપીને જાતે જ દીક્ષાને લીધી. વિદ્યુત્પ્રભ રાજર્ષિ તપ કરીને મોક્ષે ગયા.''
હવે ઇન્દ્ર રાજાએ પોતાના રાજ્યમાં કૃત્રિમ લોકપાલોને સ્થાપ્યા. તે એક શ્વેત હાથીને ઐરાવણ માને છે. તેણે સાત પ્રકારની સેના બનાવી. આઠ વિદ્યાધરી એવી પોતાની પત્નીઓને પટ્ટરાણી પદે સ્થાપી. એ પ્રમાણે બીજા પણ તેણે પોતાની બુદ્ધિથી બધા ઇન્દ્ર ચિન્હ બનાવ્યા. આ બાજુ ઇન્દ્રનો નાનો ભાઈ વિદ્યુન્નાલી વૈભવથી ગર્વિત થયેલો અભિમાનથી ઉદ્ધત થયેલો, કામમોહિત (વાસનાવાળો) થયેલો ઇચ્છા પ્રમાણે નગરની સ્ત્રીઓને લઈને તેઓ સાથે એકાંત જગ્યાએ જઈને જાતે ક્રીડા કરે છે તથા નગરના લોકોના રત્નો ગ્રહણ કરે છે. એ પ્રમાણે તે દુષ્ટબુદ્ધિથી સમસ્ત નગરીના બધાય લોકોને ઘણી રીતે હેરાન કરે છે. તેથી લોકોએ ઇન્દ્રને વિનંતી કરી, હે સ્વામિન્! તમારા ભાઈથી પીડાતા અમે બીજે જઈશું. અમને રહેવા માટેનું સ્થાન આપો. તેથી ક્રોધયુક્ત તે રાજાએ નગરલોકોનું સન્માન કરી તે લોકોને વિદાય કરીને વિદ્યુન્નાલીને બોલાવ્યો.
એકાંત જગ્યાએ નાના ભાઈને લઈને રાજા ઇન્દ્રે શિખામણ આપી. હે બંધો ! અન્યાયને કરવો નહિ, પોતાની પ્રજાને પીડા આપવી નહિ પિતાના કુળને ઉચિત આચરણ કરવું. ઇત્યાદિ ઘણું શીખવાડવા છતાં પણ તે દુષ્ટ પાપથી વિરામ પામ્યો નહિ. તેથી ઇન્દ્રે પોતાના રાજ્યથી કાઢી મૂકેલો અત્યંત વૈર રાખતો વિચરી ર! છે, તે વિદ્યુન્માલી ઇન્દ્રને રાજ્યથી (ભ્રષ્ટ કરવા) ઉખેડી નાખવા માટે સુવર્ણપુરના નિવાસી નિવાતકવચ નામના વિદ્યાધરોની પાસે ગયો. કારણ કે તેઓ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org