________________
સર્ગ - ૮
૨૧૪
પાંડવ ચરિત્રમ્
છે. પરંતુ અર્જુને તેમાંથી કંઈ પણ સ્વીકાર્યુ નહિ. તેથી તે કૃતજ્ઞ રાજપુત્રોએ પોતાના પ્રાણોને ગુરુ દક્ષિણા માટે કલ્પના કરી વિદ્યાવાળા હોવા છતાં પણ બધાય વિદ્યાધર કુમારો છાયાની જેમ અર્જુનને વિંટળાઈને રહ્યા. ત્યાં વિદ્યાધરેન્દ્રના ઘરમાં ઘણા કાલને લીલામાત્રમાં એક દિવસની જેમ પસાર કર્યો. એક દિવસ ભાઈને મળવા માટેની ઇચ્છાવાળા અર્જુને ઇન્દ્રને કહ્યું : હે સ્વામીન્! હે ઇન્દ્ર નરેન્દ્ર ! તમારી આજ્ઞાથી ભાઈને મળવા માટે હું જ્યાં મારા ભાઈઓ રહ્યા છે, તે વનમાં જાઉં છું. ત્યારે ઇન્દ્રે એક દિવ્ય વિમાન, દિવ્ય રથ અને ચંદ્રચૂડને સારથિરૂપે આપીને વિદાય કર્યો.
અર્જુન તે વિમાનમાં બેઠેલા ચિત્રાંગદ આદિ વિદ્યાધરોથી પરિવરેલ ઇન્દ્ર પણ કેટલી ભૂમિ સુધી પાછળ ગયો. જયમંગલ અને ચીરંજીવ એવા આશીર્વાદ સાથે પ્રયાણ કર્યું. પછી કેટલોક માર્ગ કાપ્યા પછી પ્રગટિત અત્યંત સ્નેહવાળા અને આંખમાંથી નીકળતા અશ્રુવાળા એવા ઇન્દ્રને અર્જુને પાછા વાળ્યા. પછી ચિત્રાંગદ અને અર્જુન રસ્તે વાતો કરતાં ચંદ્રચૂડ સારથિની સાથે વિમાનમાં બેઠેલા આકાશમાર્ગે ઉડ્યા (ગયા). પહેલા અર્જુન, વિદ્યાધરોથી પરિવરેલો અષ્ટાપદ, શત્રુંજય, સમેતશિખરાદિ તીર્થોને નમીને અને પછી ચારણ શ્રમણ સાધુઓને નમીને તેઓ પાસેથી ધર્મલાભ રૂપ આશિષ લઈને ગંધમાદન આવ્યો.
આગળ આવેલા વિદ્યાધરના કહેવાથી પોતાના પુત્રની લક્ષ્મીને આકાશમાં જોઈને રોમાંચ ખડા કરવા દ્વારા કુન્તીએ હર્ષને પ્રગટ કર્યો. યુધિષ્ઠિરે પણ અમૃત સમાન ભાઈની લક્ષ્મીને જોતાં નાના ભાઈઓ સહિત અનિમેષતાને પ્રાપ્ત કરી તે જ વખતે વિકસ્વર નેત્રવાળી દ્રૌપદી પણ પતિના સંગ માટે ઉત્કંઠિત મનવાળી ત્યાં આવી. એ પ્રમાણે તેઓ ઉંચા મુખ કરીને રહેતે છતે અર્જુન વિદ્યાધર સહિત તેઓની સમીપ આવ્યો અને તેઓની સામે અર્જુન વેગથી આવીને માતાના પગમાં પડ્યો. માતાએ પણ અમૃતથી શીતળ હાથ વડે વારંવાર શરીરને સ્પર્શ કરતી આનંદના અશ્રુ વડે પુત્રને સિંચ્યો. પછી બે હાથ વડે નીચે નમેલા પુત્રને ઊંચો કરીને અર્જુનના મસ્તકને ચૂમ્યું અને જ્યેષ્ઠ ભાઈઓને પણ યથાયોગ્ય નમીને નાના ભાઈઓના નમસ્કાર ગ્રહણ કરીને અને દ્રૌપદીને બોલાવી ક્ષેમકુશલ પૂછી યુધિષ્ઠિરની પાસે આવ્યો. પછી યુધિષ્ઠિરે અર્જુનને વૃત્તાંત પૂછ્યો. અર્જુનના કહેવાથી (સંજ્ઞાથી) ચંદ્રશેખરે મૂળ (પહેલે)થી લઈને અંત સુધી (સંપૂર્ણ) વૃત્તાંત સારી રીતે કહ્યો. તે અર્જુનનો વૃત્તાંત સાંભળીને આશ્ચર્ય પામેલા સઘળાય ભાઈઓ તે અર્જુનની પ્રશંસા કરવા લાગ્યા.
અર્જુને બધા વિદ્યાધરોને કહ્યું : “હે વિદ્યાધરાધીશો ! તમે યોગ્ય સમયે ફરી હાજર થજો. હમણાં પોતપોતાના સ્થાને જાઓ.'' એમ કહીને અર્જુને બધાય વિદ્યાધરોને વિદાય કર્યા અને તેઓ વિમાનમાં બેસીને પોતાના સ્થાને ગયા. તે ગંધમાદનમાં તે પાંડવોના દિવસો સુખપૂર્વક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org