________________
પાંડવ ચરિત્રમ્
૧૨૦)
સર્ગ - ૬ કાઢીશ. ધન વગરનો, સહાય વિનાનો, જેની સર્વ લક્ષ્મી મેં લઈ લીધી છે, એક દેશથી બીજા દેશમાં જતાં તે ક્યાં જશે, ક્યાં ભમશે, તે જણાતું નથી. તું પણ તેની સાથે જતાં દુઃખને જ પામીશ. આથી જ મેં તને રોકી છે. પતિ સાથે જતી તને અટકાવી છે, નિષેધ કર્યો છે. બીજું કંઈ પણ કારણ મનમાં લાવીશ નહિ. તું મારી ગુણવતી માતાથી પણ અધિક છે. આથી તું અહીંયા જ રહે, હું તારો સેનાની (રક્ષક) છું. તું રાજા વીરસેનની જેમ રાજ્યને કર. આ સાંભળીને દમયંતી બોલી : “હે દેવર ! કૂબર ! તે જે કહ્યું તે બધું સત્ય છે. સારા કુલવાળા આવા જ પ્રકારના હોય છે. પરંતુ તારા રાજ્યથી મારે શું? કારણ કે જ્યાં મનની પ્રીતિ નથી, જ્યાં પ્રિયનું દર્શન નથી, જ્યાં પરતંત્રપણું છે, તે રાજ્ય નરક જાણવું.”
હે કૂબર ! જો મને રાજ્યથી કામ હશે તો મારા પિતાનું રાજ્ય મારું જ છે. આથી તારો કોઈપણ દોષ નથી. તું ભક્તિવાળો છે, પરંતુ આ તારું વાક્ય મને રુચતું જ નથી. આથી મૌનને રાખ; આ હું નળની સાથે જાઉં છું. તું ચિંતા વિના વિપ્ન રહિત રાજ્યને કર.
એ પ્રમાણે કહીને પતિની સાથે નીકળેલી દમયંતી રસ્તે ચાલવા લાગી. બધા નગરના લોકો પણ નળ પાછળ જતાં હતા, ત્યારે કૂબરના નોકર વર્ગે તેઓને દૂર કર્યા. અહો ! વિધિનો વિલાસ. હા ! હજો હન્ત ! હન્ત દેવ ! તારું દુષ્ટ કાર્ય કેવું ? રાજાઓ પણ આ દશાઓને પામે છે, ધિક્કાર છે, ધિક્કાર છે. પૃથ્વી પર રાજ્ય લોભ નિંદનીય છે. જે માટે મનુષ્ય પણ વડીલો પર ભક્તિ વિનાના થઈ જાય છે. અહો ! આ સત્ય વ્રતવાળા નળને ધન્ય છે. જેને કપટી એવા કૂબરને રાજ્ય આપી દીધું. નગરજનોના એવા વચનો સાંભળતા નગરના પાદરે (સીમે) આવ્યો, ત્યાં તે નગરના પાદરે સરોવરના તટ પર રહેલ સો હાથ વિસ્તારવાળો સમચતુસ્ત્ર અને છ કોષ ઊંચો એવો એક મોટો સ્થંભ જોઈને નળ વિચારે છે.
અહો ! આ વિધિની વિચિત્રતા; જ્યાં હું હજારો લોકોની સાથે પરિવરેલો, મસ્તક પર ધરેલ છત્રવાળો, ચામરોથી વીંઝાતો, ભીમ કન્યા (દમયંતી)ની સાથે કરેલા વિવાહના મંગલવાળો, હાથી પર બેસીને રાજમાર્ગમાં આવતો. વર્તમાનમાં દમયંતીની સાથે એકલો પગે ચાલતો રાજમાર્ગમાં જતાં એવા મને લોકો જુએ છે. વિધિને ધિક્કાર છે, મારી સર્વ લક્ષ્મી ચાલી ગઈ છે. હવે બળની પરીક્ષા કરૂં. એમ વિચારીને આ સ્થંભને હમણાં જ બધા લોકોના દેખતાં જ બળની પરીક્ષા માટે ઉખેડીને ફરીથી રોપું. યથા :
ચારે બાજુથી સરખો, છ કોષ ઊંચો, સો હાથ પહોળા એવા સ્તંભને ઉખેડીને શિધ્ર આકાશમાં સાડાત્રણ હાથ ઉંચો કરીને વજ જેવા હાથવાળા એવા તેણે તેવી રીતે તે સ્તંભને ફરી જમીનમાં રોપી (મૂકી) દીધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org