________________
સર્ગ - ૬
૧૬૫
પાંડવ ચરિત્રમ્ કલુષિત મનવાળા પાંચે પાંડવો પૃથ્વીમાં પેસવાની ઇચ્છાવાળાની જેમ ભૂમિને જોવા લાગ્યા. ભીષ્માદિ કુલના વૃદ્ધ પુરુષોએ પણ એ પ્રમાણે પરેશાન કરાતી દ્રૌપદીને જોઈને લજ્જાથી પોતાના વસ્ત્રથી પોતાના મુખને ઢાંકી દીધું.
હવે દુર્યોધન તેને નજીક આવેલી જાણીને જોઈને) આ પ્રમાણે બોલ્યો : “હે કૃશોદરી ! મારો અનુરાગ તારા પર લાંબાકાળથી છે. આટલા દિવસો પાંડવો સાથે લગ્ન કરવાના કારણે આપણી વચ્ચે અંતરાય થયો હતો. હવે તને જુગારના બહાનાથી વિધિએ મને આપી છે. આથી તું મારી પાસે આવીને મારી ડાબી સાથળ અલંકૃત કર.” એમ કરીને દુર્યોધને પોતાની ડાબી સાથળ બતાવી.
આવા વચન સાંભળીને કોપથી હોઠોને કંપાવતી દ્રૌપદી બોલી : “હે પાપાત્મા ! આવી ઇચ્છાથી તું ભસ્મીભૂત કેમ થતો નથી ! તું સતી એવી મને તારી સાથળ બતાવે છે. તેથી તું અહીંયા જ ઘાત વડે મૃત્યુને પામીશ.”
હવે કર્ણ બોલ્યો : “યુધિષ્ઠિર રાજ્યાદિ, બધું હારી ગયા છે. સાથે આ દ્રૌપદીને પણ હારી ગયા છે. આથી આ દુર્યોધનની પત્ની થાઓ.” તેવી કણે કહેલી વાણી સાંભળીને ક્રોધથી ધમધમતી હોવા છતાં પ્રજા દુર્યોધનની બીકથી મૌનનું આલંબન કરીને રહી અને ક્રોધથી ફફડતા બંને હોઠવાળા દુર્યોધને પોતાના નાના ભાઈ દુઃશાસને કહ્યું : “આ દ્રૌપદીને મેં જીતી છે,” તેને આ સભાજનોને જોતાં એના વસ્ત્રને ખેંચીને જર્જરિત અને ખંડિત કપડા પહેરાવીને દાસીઓમાં મૂકો, તે સાંભળીને દુષ્ટાત્મા દુઃશાસન મોટા ભાઈની આજ્ઞાથી દ્રૌપદીના નિતંબથી વસ્ત્ર ખેંચ્યું, ત્યારે દ્રૌપદી વગેરેનું તે સમયે જે થયું તે કહે છે. તે આ પ્રમાણે.
નહિ ! નહિ ! તે એ પ્રમાણે વચનો બોલતી, મુખમાં અંગુલિને નાંખતી તેના હાથોને રોકતી, સભાજનોના મુખને ચારે બાજુથી જોતી, તે દુષ્ટાત્માએ વસ્ત્ર ખેંચતા તેને (દ્રૌપદીને) લોકોએ જોઈ. દેવના પ્રભાવથી એવું જ બીજું વસ્ત્ર આવી ગયું. આ મક્કમપૂર્વક ચાલ્યું.
ત્યારે દ્રૌપદી બોલી : “હે શાસન અધિષ્ઠાયક દેવદેવીઓ ! જો હું જૈન ધર્મ પાળનારી જૈની અને શીલવતી હોઉં તો મારું અંગ ઉઘાડું ન થાઓ.” જ્યાં એ પ્રમાણે કહ્યું, તેટલામાં જ શાસન અધિષ્ઠાયક દેવોએ સાંનિધ્ય આપ્યું અને તેને તેના જેવું બીજું વસ્ત્ર આપ્યું. એ પ્રમાણે ૧૦૮ વાર ખેંચવા છતાં પણ વળી તેવી જ રીતે બીજા વસ્ત્રો દેખાયા. એ પ્રમાણે વારંવાર ખેંચવા છતાં પણ કપડાનો ઢગલો થઈ ગયો, પરંતુ તેનું અંગ કોઈને પણ દેખાયું નહિ. હવે ક્રોધથી લાલ આંખોવાળો વૃકોદર (ભીમ) પોતાની પત્નીને દુઃશાસન પીડા કરતો જોઈને ગદાને ઉપાડીને
જ્યાં દુર્યોધનને હણવા માટે જાય છે, ત્યાં જ તે અધ્યવસાયથી યુધિષ્ઠિરે તેને અટકાવ્યો. પછી વળી કોપથી ભીમસેને વડીલોને જોતાં આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org