________________
૧૬૭
પાંડવ ચરિત્રમ્ જોતાં આ પ્રમાણે બોલ્યો : ‘“હે સભાજનો ! હે સભાજનો ! બધા મારું એક વાક્ય સાંભળો. આ પાંડવો બંધુ હોવા છતાં પણ મારા શત્રુઓ છે, જુગારમાં હારી જવાથી બાર વર્ષ સ્વેચ્છાપૂર્વક વનમાં વિચરો અને પોતાના શરીરથી પણ હારી જવાથી મારી આજ્ઞાથી તેરમું વર્ષ પાંડવો ગુપ્ત રીતે વનવાસ પસાર કરે.’’
સર્ગ -
- ૬
જો કોઈપણ રીતે તે પાંડવોનું ક્યાંય પણ વન, ખીણ, પુરાદિમાં ગુપ્ત રીતે રહેનારા તેઓની જાણ મને થશે તો બીજા બાર વર્ષનો વનવાસ આપીશ. વડીલોની આજ્ઞાથી પાંડવોએ તે પણ સ્વીકાર્યું. તેથી કૌરવોમાં મુખ્ય દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, દ્રોણ, ગાંગેયના નિર્દેશથી (કહેવાથી) પાણ્ડ પુત્રોના શસ્ત્ર, વસ્ત્ર, આભૂષણો જે પહેલા લીધા હતા, તે પાછા આપ્યા. સત્ય પ્રતિજ્ઞાધારી તે પાંચેય પાંડવો દુર્યોધનના કરેલા અપરાધોને સહન કરે છે. કારણ કે મહાપુરુષો પોતે કરેલી પ્રતિજ્ઞાને સારી રીતે પાળે જ છે.
કહ્યું છે કે ઃ– રાજ્ય ચાલ્યું જાય, લક્ષ્મી ચાલી જાય, વિનશ્વર પ્રાણો ચાલી જાય, જે મેં જાતે જ ઉચ્ચારેલી વાણી છે, (પ્રતિજ્ઞા) તે ન જાઓ અર્થાત્ શાશ્વત રહો.
પ્રલય આવે છતે પણ મહાપુરુષો લીધેલી (પ્રતિજ્ઞા)ને ફોગટ કરતા નથી. અર્થાત્ છોડતા નથી, દીનપણાને પામતા નથી. કોઈની યાચનાનો ભંગ કરતા નથી.
તમે એટલું જ માત્ર બોલો કે જેનો નિર્વાહ થઈ શકે. તમે એટલો જ ભાર ઉપાડો કે જેને અડધે રસ્તે છોડવો ન પડે.
એ કારણથી સમર્થ એવા પ્રતિજ્ઞાવાળા પાંડવો પણ પોતાની પ્રતિજ્ઞાને છોડતા નથી. દુર્યોધનની આજ્ઞાથી નિત્ય યૌવના દ્રૌપદી સાથે વનવાસ સ્વીકારી લીધો. પછી તે પાંચેય પાણ્ડપુત્રોએ દ્રૌપદીને આગળ કરીને સંપૂર્ણ સૈન્ય સાથે ઇન્દ્રપ્રસ્થથી હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. ગાંગેય (ભીષ્મ) વગેરે વૃદ્ધો પગે ચાલીને તેઓની પાછળ જતાં યુધિષ્ઠિરના આગ્રહથી વાહનમાં બેસીને સાથે આગળ ચાલ્યા. દુઃખથી ઘેરાયેલા ભીષ્માદિ પરસ્પર કહે છે. અહો ! યુધિષ્ઠિર જેવા ધર્મપુત્રે પણ તેવું કર્યું. જેથી કરીને બધું ય હારી ગયા, જુગારને ધિક્કાર હો. કારણ કે દ્યૂતથી આવા પણ મહાત્માઓ મૂંઝાય છે, ફસાય છે. “ચમકતા એવા અખંડ તેજવાળા સમસ્ત રાજસંપદા હારી ગયા ! વળી માતા-પિતાને જોવા માટે હસ્તિનાપુર આવ્યા.”
આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ રાજ્યે પંડિત શ્રી દેવવિજય ગણિએ રચેલ ગદ્યબદ્ધ સુંદર શ્રી પાણ્ડવ ચરિત્રે દ્યુત ત્યાગના ઉપદેશમાં નલ ચરિત્ર વર્ણન નામનો છઠ્ઠો સર્ગ પૂર્ણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org