________________
સર્ગ - ૬ તે આ પ્રમાણે
અને (૬) કુબ્જ, એ પ્રમાણે તે શ્રેષ્ઠ રથમાં છ પુરુષ બેઠા.
૧૫૩
પાંડવ ચિરત્રમ્
=
(૧) રાજા દધિપર્ણ (૨) પહેરેગિર (૩) છત્રધરનાર (૪-૫) બે ચામરધારી
પછી તે કુબ્જ નિષધ દેવે આપેલા બે બિલ્વ કરંડિયાને કંઠમાં બાંધીને ચાબુકના ઇશારાથી ઘોડાને ચાલવાની પ્રેરણા કરી તે વાયુવેગી બે ઘોડાઓને કુબ્બે પ્રેરેલા જોઈને આશ્ચર્ય પામેલો દધિપર્ણ રાજા વિચારે છે, અહો ! આ કુબ્જથી પ્રેરિત આ ઘોડાઓને પૃથ્વી કરતલ જેટલી હોય તેટલી લાગે છે, તો કુંડિનપુર કેટલું ? કુંડિનપુર તો એક પ્રહરમાં પહોંચી જશે (આવી જશે), કુબ્જ ૨થને ચલાવતાં જોઈને દધિપર્ણ રાજા આશ્ચર્યપૂર્વક ફરી વિચારે છે.
યથા :– જમીન ૫૨ નહિ, પાણી પર નહિ, ઊંચી-નીચી જમીન પર નહિ, પરંતુ વાયુથી પ્રેરાયેલા વાદળો દોડે તેવી રીતે તે રથ ત્વરિત ગતિએ આગળ વધી રહ્યો છે.
જાણે ભમતી પૃથ્વીરૂપ ચક્રની સામે દિશાઓ આવતી ન હોય, જાણે વિસ્તરતા આકાશમાં પર્વતો સાંકડા થઈ જતા ન હોય, તેવા લાગે છે. સ્થલ પર ચાલનારૂં કોઈ વાહન નથી, બાણોની ગતિ કોઈ હિસાબમાં નથી. વાયુની ગતિ (મંદ લાગે છે) નથી. સૂર્ય અને મનની પણ ગતિ નથી, તેવો રથ આકાશમાં ઉડતો જઈ રહ્યો છે.
અહો ! આ રથના જેવી અપૂર્વ ગતિ કોઈની પણ જોઈ નથી અને સાંભળી પણ નથી. આ સંસારમાં આવા પ્રકારનો સારથિ પણ કોઈ જ નથી, એમ વિચારતો રાજાનો તીવ્ર વેગવાળો રથ જ્યાં રસ્તે આગળ વધે છે, તેટલામાં તે દધિપર્ણ રાજાનું ઉત્તરીય (ઉપરનું) વસ્ત્ર (ખેસ) એકાએક ભૂમિ પર પડી ગયું.
રાજાએ કહ્યું : “હે કુબ્જ ! ક્ષણવાર રથને ઉભો રાખ. કારણ કે મારો ખેસ પડી ગયો છે, તે લેવો છે.” કુબ્જે કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારૂં ઉત્તરીય વસ્ત્ર (ખેસ) રથની પાછળ પચ્ચીશ યોજન દૂર પડ્યું છે.’ રાજાએ જ્યાં કહ્યું તેટલામાં ૨થ પચ્ચીશ યોજન આગળ આવી ગયો. કારણ કે આ બે ઘોડા તો મધ્યમ કક્ષાના છે. જો મારા મનને ગમતા (ઇચ્છિત) લીધા હોત તો
ગુણા ચાલ્યા ગયા હોત. આથી તમે તે ઉત્તરીય વસ્ત્રની વાત છોડી દો અને ચાલતા માર્ગમાં આગળ ચાલો. તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજા દધિપણે કુબ્જને કહ્યું : “હે કુબ્જ ! પાછો વળ, પાછળ વળેલો હું કંઈક ગણિત કૌતુક (આશ્ચર્ય) બતાવીશ. હું લીલા માત્ર (ક્ષણવા૨)માં સર્વ પદાર્થોની સંખ્યા જાણું છું. હમણાં તે કૌતુકનો અવસર નથી. કારણ કે રસ્તે જતા વળી (કાલક્ષેપ) (મોઢું) થાય.” વિદ્યાથી નળ તેના વચન સાંભળીને કાલક્ષેપ (મોડા થવાનો) ભય છોડીને તેની પરીક્ષા કરવા માટે તત્પર થયો. કુબ્જે કહ્યું : “હે રાજેન્દ્ર ! ગણિતનું જાદુ બતાવો. મોડા થવાનો તમે ભય રાખો નહિ, કારણ કે હું સવારે તમારો રથ ત્યાં લઈ જઈશ.’’ એ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org