________________
(છઠ્ઠો સર્ગ)
પાડુ રાજા મોટા પુત્ર (યુધિષ્ઠિર)ને રાજ્યલક્ષ્મીઆપીને મુક્તિ માટે ઉત્કંઠિત દીક્ષા લેવાની ઇચ્છાવાળા તે પાડુ રાજા પુત્રના આગ્રહથી તે રાજ્યમાં રહ્યા. ભક્ત અને ગર્વિ એવો સુયોધન (દુર્યોધન) માત-પિતાને ઇન્દ્રપ્રસ્થપુર પોતાની સાથે લઈ ગયો. યુધિષ્ઠિરના ગુણસમૂહ પર મોહિત થયેલા ગાંગેય, વિદૂર, દ્રોણ વગેરે કુલના વૃદ્ધોએ અને કુલવૃદ્ધ સ્ત્રીઓએ પણ યુધિષ્ઠિરનો આશ્રય લીધો. એ પ્રમાણે યુધિષ્ઠિર રાજ્ય કરતાં હતા ત્યારે એક દિવસ જાતે જ દિગ્વિજય કરવા જવાની ઇચ્છાવાળા ભીમાદિ ચાર ભાઈઓએ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું : “હે ભાઈ ! તમારી આજ્ઞાથી અમે ચારેય જણા ચારે દિશાઓના દેશોને સાધીને (જીતીને) જલ્દી પાછા આવીશું.”
યુધિષ્ઠિરે કહ્યું: એ પ્રમાણે થાઓ.” પછી સકલ સામગ્રી સાથે શુભમુહૂર્ત અત્યંત પરાક્રમી ભીમ પૂર્વ દિશાને સાધવાને માટે ગયો. એ પ્રમાણે અર્જુન દક્ષિણ દિશાના દેશોને સાધવા માટે ગયો. એવં નકુલ પણ સકલ કુલ સાથે કુલવૃદ્ધાએ કરેલા મંગલ સાથે પશ્ચિમ દિશામાં ચાલ્યો. એ પ્રમાણે નરદેવ સેવિત સહદેવ સેનાથી પરિવરેલો સર્વ પ્રકારના પ્રાપ્ત કરેલા જયવાળી ઉત્તર દિશામાં ગયો. એ પ્રમાણે ચારે જણે ચાર સરખા સૈન્ય સાથે એક સરખા ભારથી ફણિધર શેષનાગની જેમ પૃથ્વીને સુખેથી ધારણ કરી હવે ભીમ પૂર્વ દિશાના મુખના શોભા જેવા અંગ, બંગ, કલિંગ, પંચાલ, ડાહલ આદિ દેશોને સાધીને (જીતીને) તે દેશોના રાજાઓને રાજ્ય ચિહ્નો વિનાના કરીને ગંગા અને સમુદ્રના સંગમ સ્થાને જય સ્તંભોને લગાવીને અત્યંત પરાક્રમી પ્રાપ્ત કરેલા જયવાળો ભીમ પાછો ફર્યો.
એ પ્રમાણે અર્જુન દક્ષિણ દિશામાં પ્રવેશ કરીને દ્રમિલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, લાટ, તિલંગ વગેરે દેશોને જીતતો તે તે દેશોના રાજાઓને વશ કરતો કરલી દેશોનો લોપ કરતો દક્ષિણ સમુદ્રના કિનારા પર સૈન્ય સાથે આવ્યો. ત્યાં જઈને તામ્રપર્ણી નદીના કિનારે કીર્તિસ્તંભોને રોપીને સકલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org