________________
પાંડવ ચરિત્રમ્
(૧૦૬).
| સર્ગ - ૬ શું કરવા માંગે છે? હે બાંધવ ધૃતરાષ્ટ્ર! તારા પુત્ર સુયોધનને જુગારથી નિવાર. ધૃતરાષ્ટ્ર કહ્યું : “આ દુરાત્મા મારૂં કહ્યું માનતો નથી. હું શું કરું?” તેથી વિદૂરે દુર્યોધનને બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હે સુયોધન ! ચૂતને છોડી દે.”
કહ્યું છે કે – જુગાર સર્વ આપદાનું ઘર છે, દુબુદ્ધિવાળા જુગાર ખેલે છે. જુગારથી કુલમલિનતાને પામે છે. જુગારને અધમ પુરુષો જ પ્રશંસે છે. વિદૂરે કહ્યું: “હે બાંધવ ! હે દુર્યોધન ! તેં સાંભળ્યું છે કે નહિ ! પૂર્વે ઘુતથી નલ રાજા રાજ્યના વિનાશને પામ્યો છે. તે શું તું ભૂલી ગયો છે ? જો ભૂલી ગયો હોય તો હવે સાવધાન થઈને સાંભળ. નલકુબરનું કથાનક હું કહું છું.”
નળ કુબેરનું કથાનક :ભરત રાજાની પરંપરામાં ભૂષણરૂપ આ જ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં નિષધ રાજાનો પુત્ર નળ નામનો રાજા થયો હતો.
કોશલ દેશમાં અયોધ્યા નામની નગરી હતી. તે નગરીમાં શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથ જિનના અંતરાલમાં ઉત્પન્ન થયેલો નિષધ નામનો રાજા હતો. તે રાજાનું બીજું નામ વીરસેન હતું. તેની રાણીનું નામ રૂપવતી હતું. તેઓને નળ અને કૂબર નામના બે પુત્રો હતા. એક દિવસ નળ અને કૂબર સાથે સભામાં આવેલો વીરસેન રાજા દેવેન્દ્રની જેમ શોભતો જ્યાં બેસવા જાય છે, તેટલામાં જલ્દી આવીને દ્વારપાલે વિનંતી કરી, હે રાજેન્દ્ર ! તમારા રાજસભાના દરવાજા પર કોઈક દૂત આવ્યો છે, તે તમને મળવા માટે ઇચ્છી રહ્યો છે. જો આપની આજ્ઞા હોય તો તે સભામાં આવે. રાજાએ કહ્યું : “જલ્દી તેને પ્રવેશ આપો. પછી સભામાં પ્રવેશ પામેલા તે દૂતે રાજાને નમીને વિનયપૂર્વક અંજલિ જોડી આ પ્રમાણે કહ્યું: “હે સ્વામિન્ ! દક્ષિણ દિશામાં વિદર્ભ નામનો દેશ છે. તે દેશમાં કુંડિનપુર નામનું નગર છે. તે નગરમાં અસીમ પરાક્રમી ભીમ રાજા રાજ્ય કરે છે. તે કેવો છે તે કહે છે કે, તેની પાસે ૩૬ (છત્રીસ) ક્રોડ તલવારનો મોટો દરિયો છે. દક્ષિણના ૭૦ (સિત્તેર) લાખ ગામનો માલિક છે.”
મહાદેવને જેમ ગૌરી, નારાયણને જેમ લક્ષ્મી અને ઇન્દ્રને જેમ ઇન્દ્રાણી તેમ તે ભીમ રાજાને પ્રિયંગુમંજરી નામની પટ્ટરાણી છે.
ભામિની, કામિની, દાનામાનિની, દાનિની શુભા, શુદ્ધા, સ્નિગ્ધા, વિદગ્ધા, મુગ્ધા અને મૃગલોચના. I/૧/l.
દાક્ષિણ્ય, પુણ્યશાલિની, લાવણ્ય વગેરે ગુણોથી શોભતી, તેવા પ્રકારની તે રાજાની તે સધર્મચારિણી (પત્ની) શોભે છે. / રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org