________________
૧૦૩
સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ધન, માન વડે ખુશ કર્યા છે, તે રાજાઓ સેવકની જેમ સેવાને કરે છે. આ બધું યુધિષ્ઠિરને વિશે જોતાં મારો અંતરાત્મા અત્યંત અગ્નિમાં નાખેલાની જેમ બળે છે. પરંતુ હું શું કરૂં ? તેઓ પુણ્યશાળી છે. એઓની સાથે બળથી કંઈ પણ થશે નહિ, તે જ હું વિચારું છું. હે મામા ! ચિંતાથી હું દુર્બલ બન્યો છું તથા આ શત્રુ એવા પાંડવોનો ઉચ્છેદ કરવા માટે કોઈક અદ્ભૂત સહાયકને વિચારું છું કે જે સહાયક તેઓનો ઉચ્છેદ કરીને મને સંતોષ આપશે. જો એમ ન થાય તો અહીંયા જ આત્માને ઉપર બાંધીને શંકારહિત હું મરણને સ્વીકારીશ. હે મામા ! તમે જાઓ. મારા પિતાની આગળ મારી વાતને કહો.” આ દુર્યોધનનું કહેલું સાંભળીને શકુનિ મામાએ કહ્યું : “હે દુર્યોધન ! તારે આવું બોલવું યોગ્ય નથી. કારણ કે આ તારા બંધુઓ તારી જ શોભા વધારે છે. આ વશીભૂત કરેલા રાજાઓ તારા આનંદને માટે કેમ ન થયા, જેથી તું જ ખુલ્લું કહે છે કે હું અસહાયક શું કરૂં ? આ તારા બંધુઓ ચારે દિશાઓમાં ફેલાયેલા છે. આવેલી ભરતીવાળા સમુદ્રની જેમ પૃથ્વીને ભીંજવવામાં તારી જ શોભા કરનારા છે. આથી તું ખેદને છોડી દે. એક પ્રભુને ભજ. હાથીની જેમ પોતાના આશ્રયને ભાંગ નહિ.''
જેમ થાકેલો હાથી છાયાની ઇચ્છાવાળો વૃક્ષનો આશ્રય લે છે, વિશ્રામ કરીને તે ઝાડને હણે છે. તેવી રીતે નીચ પુરુષ પોતાના આશ્રયને તોડી નાખે છે.
તું પણ એ પ્રમાણે કર નહિ. એ પ્રમાણે કહી યુક્તિ વડે વાળવા છતાં પણ સુયોધન દુષ્ટ કદાગ્રહથી જ્યાં સુધી પાછો ફરતો નથી, ત્યાં સુધી મામા ફરી ફરી સમજાવે છે. હે ભાણજા ! આ તારા દુઃશાસન આદિ ૯૯ ભાઈઓ યુદ્ધમાં ઇન્દ્ર વડે પણ દુઃસાધ્ય (દુઃખે ક૨ીને જીતી શકાય તેવા) છે, તો પણ આ એક કર્ણ સર્વ શત્રુનો નાશ કરનારો તારો સહાયક બનશે. ભાઈઓ સાથે હું પણ તારા યુદ્ધમાં એક ધૂરંધર છું.
હવે આ સહાયક થકી પરિવરેલો તું પણ સમસ્ત પૃથ્વીને સાધ અને પાંડવોને પણ વશ (તાબામાં) લાવ.
દુર્યોધને મામાને આ પ્રમાણે કહ્યું : “હે મામા ! પાંડવોએ જીતી લીધેલી પૃથ્વીને ફરી કેવી રીતે પ્રાપ્ત કરાય ?’' વળી મામાએ કહ્યું : ‘“તો પછી પાંડવોને જીતીને તેઓની જીતેલી પૃથ્વીને તાબામાં કર (વશમાં ક૨).” દુર્યોધને કહ્યું : “આ પાંડવો યુદ્ધમાં દેવો વડે કરીને જીતી શકાય તેવા નથી, તો પછી માનવો વડે કરીને શું જીતી શકાય ? હે મામા ! જુગારાદિ બીજા કોઈ ઉપાય થકી યુધિષ્ઠિરને વશ કરીશ.'' એ પ્રમાણે કહીને બંનેય જણા માર્ગમાં આવતા ઇન્દ્રપ્રસ્થ નગરમાં પહોંચ્યા. પિતા ધૃતરાષ્ટ્રે દુર્યોધનનો નગર પ્રવેશનો મહોત્સવ કર્યો. દુર્યોધન પણ મામાની સાથે માતા પિતાને પંચાંગ નમસ્કાર કરીને આગળ બેઠો. પોતાની પાસે બેઠેલા મુખવાયુથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org