________________
સર્ગ - ૫
પાંડવ ચરિત્રમ્
૯૬
બધા લોકો પોતપોતાના સ્થાને ગયા. હવે ઘરમાં પ્રવેશ કરેલા અર્જુનને પહેલાં દ્રૌપદી આદિએ નમસ્કાર કર્યા. પછી કુશલક્ષેમ પૂછ્યા. તે પછી અર્જુને પોતાનો બધો જ વૃત્તાંત કહ્યો. પછી દ્રૌપદીના ઘરમાં અર્જુન સ્નાન કરીને જિનપૂજા કરીને જમી કરીને સુખશય્યામાં પ્રિયા સાથે વિષયક્રીડાદિ થકી લાંબાકાળના વિરહના દુઃખનો અંત કર્યો તથા તેની સાથે અર્જુન પ્રેમવાર્તાને કરતાં તે રાત્રિ સંપૂર્ણ ક્ષણમાત્રની જેમ પસાર કરી. મણિચૂડ, વિદ્યાધર, હેમાંગદ અને બીજા પણ વિદ્યાધરો અર્જુનની પ્રીતિ થકી લાંબોકાળ ત્યાં રહ્યા.
એક દિવસ પાણ્ડુ રાજાએ પોતાના કાન સુધી આવેલા સફેદ વાળ બતાવ્યા. હે પુત્રો! આ ઘડપણ મને ધર્મકાર્યમાં બલાત્કારથી પ્રવર્તાવે છે. જરાથી પ્રસાયેલા મારે વિષયસુખથી શું ? કારણ કે :– “શરીર ઢીલું થઈ ગયું છે. ગતિમાં વિકલતા આવી છે અને દાંતો પડી ગયા છે. દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ છે. રૂપનો હ્રાસ થયો છે અને મુખમાંથી લાળ પડે છે. બોલવામાં ઉચ્ચાર બરાબર થતા નથી. બંધુજન વચન સ્વીકારતા નથી અને પત્ની સેવા કરતી નથી. હા ! જરાથી જકડાયેલા (હારેલા) પુરુષને કષ્ટ કેટલું ? પુત્ર પણ અવજ્ઞા કરવામાં આગળ હોય છે (તત્પર હોય છે.).”
મસ્તક પર આવેલા સફેદ વાળરૂપ દૂત સર્વ લોકોને મોટેથી કહે છે :– જરા અને મરણ પરાભવનું કારણ છે. તેથી પાપથી અટકો અને ધર્મને કરો.
સામગ્રી હોવા છતાં પણ તે કંઈપણ સુકૃત કર્યું નહિ. એ પ્રમાણે જાણે કોપાયમાન થયેલા યમરાજે દાંતોને પાડી નાખ્યા છે.
મરેલી ભાર્યાવાળા વૃદ્ધને અને પુત્રને આધીન ધનવાળાને પુત્રવધૂના વચનથી બળેલાને જીવવા કરતાં મરણ સારૂં છે.
હે પુત્રો ! શ્યામ વાળ હોય ત્યાં સુધી વિષયો ભોગવવા પણ સફેદ વાળ થતાં ધર્મકાર્યો કરવા.
આથી ગુણમાં મોખરે જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર પર પૃથ્વીના ભારને નાખીને મારૂં મન ધર્મ કરવા માટે ઇચ્છે છે. પાણ્ડુ રાજાના આ વચન સાંભળીને ગાંગેય, ધૃતરાષ્ટ્ર, વિદૂર વગેરેએ અને સકલ સ્વજન વર્ગે તેનું કહેલું બધું સ્વીકાર કર્યુ... હે રાજન્ ! યુધિષ્ઠિરને રાજ્યભાર સોંપતા પૃથ્વી સ્વામીવાળી (રાજા) થશે. તે સાંભળીને ભીમ સાથે રહેલ અર્જુને કહ્યું : “હે તાત ! તમે સત્ય કહ્યું છે.”
ઋધર્મયુક્ત ધર્મપુત્રને રાજ્ય પર બેસાડતાં તે સકલ જનને સુખ આપનાર થશે. જે આ પિતાના વચનને માનશે નહિ તો તેનું આ મારા બાણો તેના મસ્તકને છેદશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org