________________
સર્ગ - ૫
[ ૮૭.
પાંડવ ચરિત્રમ્ હવે ગાંડીવ (અર્જુન) મણિચૂડને કહે છે : “હે મણિચૂડ, હું તારો બાંધવ હોવા છતાં પણ તું મરણનો આગ્રહ કેમ રાખે છે ? તું ચિંતા ન કર, હું તારા શત્રુને હણીને ફરી તારી રાજ્યલક્ષ્મીને અપાવીશ.” તે વચન સાંભળીને મણિચૂડે કહ્યું: “હે ભ્રાતઃ ! હું જાણું છું કે તું બધું ધાર્યું કરી શકે છે. પરંતુ તે વિદ્યાધરો વિદ્યાથી બળવાન છે. બીજા વિદ્યાથી રહિત પુરુષો વડે જીતી ન શકાય તેવા છે. આથી તું પણ મારા કુલના ક્રમથી આવેલી વિદ્યાધરને યોગ્ય વિદ્યા સાધ. પછી વિદ્યાવાન થયેલો તું પણ બીજા શત્રુઓથી અજેય થઈશ.”
અર્જુન બોલ્યો : તો મને વિદ્યાને આપો. પછી પોતાની પત્ની ચંદ્રાનનાને પિતાને ઘેર મોકલીને મણિચૂડે વિદ્યા આપી. અર્જુને તે વિદ્યા સાધી, સિદ્ધ કરી યોગમાં મગ્ન યોગીન્દ્રની જેમ પદ્માસન યુક્ત નાસિકાના અગ્રભાગ પર બંને દૃષ્ટિ અપલક રાખી જાપ શરૂ કર્યો. ત્યારથી છ મહિના સુધી ધર્યથી યુક્ત અર્જુને મંત્ર જપ્યો. (મંત્રનો જાપ કર્યો). તે પદ્માસન યુક્ત ધ્યાનમાં મગ્ન અર્જુનને રાક્ષસ આદિ દેવોએ ચલિત કરવા માટે શરૂઆત કરી. તે આ રીતે, કોઈક કાતર વડે શબના પેટને કાપી કાપીને, માંસના ટુકડા કરી નાખે છે. કેટલાક મનુષ્યના મસ્તકની (ખોપરી)ની માળા વડે કરીને હારને પહેરાવે છે. કેટલાક હાથીનું રૂપ ધારણ કરીને ક્રોધથી અંધ મનવાળા દેવોએ અર્જુનને તીક્ષ્ણ દાંતરૂપ મૂશલથી માર માર્યો, કેટલાક સિંહરૂપ કરીને ડરાવવા લાગ્યા. કેટલાક સર્પથી ભરેલા દેહવાળા શિરની ઉપર ચડીને શરીરથી શરીર વીંટી દીધું અને કોઈકે કુન્તીનું રૂપ વિક્ર્વીન હે અર્જુન ! મારી રક્ષા કર, રક્ષા કર, એ પ્રમાણે બોલતી દીન મુખવાળી બતાવી, કેટલાકે શ્યામ મુખવાળી દ્રૌપદીને દુષ્ટ પુરુષોથી બાલથી પકડી ખેંચાતી અને રોતી બતાવી, તો પણ અર્જુન ધ્યાનથી અલ્પ પણ ચલિત ન થયો.
આ પ્રમાણે છ માસ સુધી ઉત્તર સાધક મણિચૂડ વિદ્યાધરની સહાયથી પ્રજ્ઞપ્તિ આદિ આઠ મહાવિદ્યા સાધી સિદ્ધ કરી. તે વિદ્યાધિષ્ઠાયિની આઠ દેવીઓ અર્જુનની પાસે આવીને વિનંતી કરવા લાગી. હે અર્જુન ! તને જે પ્રિય હોય તે કહે (માંગ). તે અમે કરીએ. અર્જુને કહ્યું : “તમે સ્મરણમાત્ર કરવાથી અવસરે આવજો. હમણાં આ મણિચૂડ મારો ભાઈ અને વિદ્યાગુરુ પર અનુગ્રહ કરો. તે દેવીઓ હસીને બોલી, આ મણિચૂડનું કાર્ય કરીશું, પરંતુ અમારો આ ક્રમ છે, જે અમારી આરાધના કરે છે, તેની જ અમે ઇચ્છા પૂરી કરીએ છીએ, બીજાની ઇચ્છા ક્યારે પણ પૂર્ણ કરતા નથી.” કિંતુ તારૂં તેના પર ઉપકાર કર્યાની બુદ્ધિવાળું ચિત્ત છે, તો એની આરાધનાને કારણે એક વખત સંતોષ આપીશું, એ પ્રમાણે કહીને જયજયકાર કરતાં પોતાના સ્થાનમાં ગઈ અને અર્જુનને પણ વિદ્યાસિદ્ધ થઈ.
હવે મણિચૂડ પિતાએ આપેલી પોતાની વિદ્યાને અર્જુનની આજ્ઞાથી અર્જુન ઉત્તર સાધક થયે છતે અલ્પ દિવસોમાં સાધી લીધી. વિદ્યા સાધનારા મણિચૂડ અને અર્જુન ચંદ્રને સૂર્યની જેમ ગિરિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org