________________
સર્ગ - ૪
પાંડવ ચરિત્રમ્ સાધશે, તેને આ પુત્રીને હું પારિતોષિકરૂપે (ઇનામમાં) આપીશ.” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરનારા મારા સ્વામીએ આપને આ જણાવ્યું છે. કે તમારા સર્વેને આનંદ આપનારા એકસોને પાંચ પુત્રો સંભળાય છે. બધા ધનુર્વિદ્યામાં ચતુર, સર્વ સકલ શાસ્ત્રનાં પારગામી બધાય બાંધવ જયને પામેલા છે. આથી તે તમારા પુત્રોમાંથી કોઈ પણ રાધાવેધ સાધીને મારી ઇચ્છાને પૂર્ણ કરો.
આથી હે સ્વામીનાથ! જગતમાં એક ધનુર્ધર તમારા પુત્રો સાથે આવીને અમારા સ્વયંવર મંડપને અલંકૃત કરવા માટે તમે યોગ્ય છો એ પ્રમાણેની દૂતના મુખથી દ્રુપદરાજાએ કહેવડાવેલી વાણી સાંભળીને ગાંગેય પાંડવાદિ કુરુવંશી બધા રાજાઓએ રતથી યુક્ત કેયુર, બાજુબંધ, કુંડલ, કંકણ આદિથી તે દુતનો સત્કાર કરી એ પ્રમાણે કહીને વિદાય આપી. પછી પાડુ ગાંગેય આદિ કુલવૃદ્ધ યુધિષ્ઠિર, દુર્યોધન આદિ પુત્ર સુબુદ્ધિ આદિ મુખ્ય મંત્રીઓ અને અન્ય સૈનિકોથી પરિવરેલા રાજાએ કામ્પિભૂપુર તરફ પ્રયાણ કર્યું. યુધિષ્ઠિર આદિ પાંચ, દુર્યોધનાદિ સો એ પ્રમાણે વિવિધ પ્રકારનાં વાહનોમાં બેઠેલા સંગ્રામમાં શૂરવીર એવા તે બધા કુમારો પાડુ સાથે પરિવર્યા. તેઓથી પરિવરેલા પાડુરાજા અવાજનાં પડઘાવડે ગિરિકંદરો (ગુફાઓ)ને ફોડતાં, તેના અવાજથી વિશ્વને પૂરતાં માર્ગમાં ચાલવા માંડ્યા આગળ ચાલતાં તે રાજાની અનુકુલ પવનથી ઉડતી સ્વયંવર જોવાની ઇચ્છાથી જાણે આગળ જવા માટે ઇચ્છતિ વૈજયત્તિ ધજા શોભે છે પાછળ આવતાં સામન્તોથી પરિવરેલા પાડુ રાજાને દેવોવડે પરિવરેલા ઈન્દ્રની જેમ લોકોએ જોયો. જાણે ઇન્દ્ર ન હોય તેમ જોયો અને તેવી રીતે વાહનમાં બેઠેલા કુત્તિ અને માદ્રી સહિત પાડુ રાજા ગંગા અને પાર્વતીની સાથે શંકરની જેમ શોભી રહ્યા છે. એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર પણ સ્વપત્નિ સાથે ચાલ્યો. માર્ગમાં ગામના લોક ગાયનું ઘી લાવીને તેઓની આગળ મૂકીને નમસ્કાર કરે છે. તેવી જ રીતે સામન્ત રાજાઓ પણ ગાય-ઘોડા ભેટ આપીને નમસ્કાર કરે છે. પાડુ રાજા પણ સામા આવેલા તે સર્વ લોકો અને રાજાઓને ધન અને માનપૂર્વક બહુમાન કરે છે. એ પ્રમાણે તે કૌરવી સેના એક ગામથી બીજે ગામ આગળ વધતી કુરૂદેશથી દૂર નીકળી ગઈ અને તે તેના થોડા દિવસમાં જ કાંડિલ્યપુરની સીમાએ પહોંચી ગઈ.
પોતાના સેવકોએ આપેલા સમાચારથી પાડુના આવવાની વાતથી હર્ષભર્યા હૃદયવાળો દ્રુપદ રાજા સામો આવ્યો, ત્યારે બંને સૈન્યના વાજિંત્રના અવાજોના પડઘાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. તેવી રીતે બંનેના સૈન્યના ઘોડાઓની ખુરથી ઉડતી રજથી આચ્છાદિત થયેલા નભતલમાં બંને સૈન્યના પરસ્પર શબ્દના પડઘા દ્વારા એકબીજાના શબ્દોનું ક્ષીરનીરની જેમ ઐક્ય થયું.
પાડુ રાજાને જોતાં દ્રુપદ જયકુંજર હાથીથી ઉતરીને પગે ચાલીને સામે ગયો. પાડુ રાજા પણ દ્રુપદના સૈન્યને જોઈને હાથથી નીચે ઉતર્યા... પછી બંને ભૂજાને ફેલાવીને પ્રેમમાં આસક્ત પરસ્પર ભેટ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org