________________
પાંચમો સર્ગ
હવે મુનિએ કહેલી મર્યાદાને હંમેશા સેવતા તે પાણ્ડ પુત્રોની પરસ્પર અખંડ પ્રીતિ થઈ. દ્રૌપદી વારંવાર વારાના દિવસે પાંડવોની સાથે વિલાસ કરતી તે પાંડવોથી અલગ અલગ પુત્રોને પામી. તે પુત્રો પાંચ પાંચ ધાત્રીઓ થકી મોટા થયા. ત્રણે જગતને પ્રિય લોકપાલની ઉપમા સમાન ભિન્ન ભિન્ન નામવાળા પાંચેય પાંચાલ એવા બીજા નામરૂપે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. પાણ્ડ પુત્રોનું સૌભાગ્ય અને દ્રૌપદીનું સતીવ્રત જોવાની ઇચ્છાવાળી શરદઋતુનું જાણે આગમન થયું. પછી તે પાણ્ડ પુત્રો દ્રૌપદી આદિ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરે છે.
એક દિવસ ધનુર્વિદ્યામાં નિપુણ અર્જુને વિદ્યાગુરુ (દ્રોણ)ની આગળ નગરની ગાયો ચોરો ચોરી ગયા છે, તેવું સાંભળીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી (તે ગાયો) પાછી ન લાવું ત્યાં સુધી અન્ન-પાણી આદિ નહિ લઉં. એ પ્રમાણેની પ્રતિજ્ઞાપૂર્વક દિવસો જાય છે
એક દિવસ તે નગરની બધી ગાયોને તસ્કરો ચોરી ગયા. પછી તે ગોવાળોએ તેની સાથે કંઈક યુદ્ધ કરીને ચોરોથી તિરસ્કાર પામેલા નગર દ્વારે આવીને ગાયો ચોરાઈ ગઈ છે, એ પ્રમાણે બોલીને જોરથી પોકાર કરવા લાગ્યા. તે સાંભળીને લોકો દોડી આવ્યા. શૂરવીરોમાં મુગટ સમાન અર્જુન પણ ગાયોનું હરણ થયું છે, સાંભળીને ક્રોધરૂપ અગ્નિથી અંતરમાં બળવા લાગ્યો. ત્યારે પ્રજાને માટે પોતાના પ્રાણોને છોડવાની ઇચ્છાવાળા અર્જુને નારદે કરાવેલી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. કારણ કે યુધિષ્ઠિર હોવા છતાં દ્રૌપદીના ક્રીડાસ્થાનમાં ગાંડીવ ધનુષ્ય અને અક્ષયભાથું લેવાને માટે અર્જુન પ્રવેશ્યો હતો. પછી વીરોમાં પ્રધાન અર્જુન બાણ અને ભાથા સાથે ૨થમાં બેસીને તે ગાયો માટે તે ચોરોની પાછળ દોડ્યો. ક્ષણવારમાં ચોરોને જીતીને તેની પાસેથી ગાયો લઈને, તે ગાયો આગળ કરીને નગરજનોથી અભિવાદન કરાતો નગરમાં લઈ ગયો. તે ગાયોને જોઈને આનંદિત થયેલા નગરજનોથી પ્રશંસા પામતો અર્જુન ગોવાળિયાઓથી પિરવરેલો નારાયણની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org