________________
સર્ગ - ૪
પાંડવ ચિરત્રમ્
૭૦
તેમ કટિપ્રદેશ પર કંદોરામાં લાગેલી ધૂંધ૨ીઓ શોભી રહી છે. તેના પગમાં ઝણકા૨ને ક૨તા મણિથી યુક્ત બે ઝાંઝરો શોભી રહ્યા છે. એ પ્રમાણે રાજાની પુત્રી દ્રૌપદી જાણે વિમાનમાં બેઠેલી સ્વર્ગથી ઉતરેલી દેવીની જેમ મનુષ્યથી ચલાવાતા રતના વાહનમાં બેસીને સ્વયંવર મંડપમાં આવી.
તે કન્યા એવી દ્રૌપદીને જોઈને કોઈક વિલાસી હસ્તકમલમાં કમલ લઈને તેના મુખકમલ સાથેની તુલના કરે છે. કોઈક દાંતો વડે નાગરવેલના પાનને ચાવવાના બહાનાથી ક્રોધિત થયેલા કામદેવની આગળ (સામે) જાણે મુખમાં આંગળી નાખતા ન હોય એમ કોઈક કામી તેને દુષ્પ્રાપ્ય જાણીને પગના અંગૂઠાથી પોતાનું મનવાંછિત નષ્ટ થયેલું જોવાને માટે જાણે પૃથ્વીને ખોદતો ન હોય ઇત્યાદિ ઉત્પન્ન થયેલા ભાવવાળા સર્વ રાજાઓ ઉપર રાજાની કન્યા દ્રૌપદીએ સ્વાભાવિક સરળ એવી પોતાની દૃષ્ટિ નાંખી તે બધામાં તે પાંચેય પાણ્ડુ રાજાના પુત્રોને સુંદર આકૃતિવાળા જોઈ વિચારીને ધૈર્યને ધર્યું. વળી તેના ચક્ષુએ શરત (પ્રતિજ્ઞા) જોઈને અધૈર્યને ધર્યું. દ્રૌપદી દેવવિમાનમાંથી રંભાની જેમ તે વાહનમાંથી પૃથ્વીતલ પર ઉતરી અથવા રાધાવેધના સ્તંભની નજીકમાં મંડપની અધિષ્ઠાયિકા દેવીની જેમ ઉતરી. તે દેવવિમાનની ઉપમા જેવા તે સ્વયંવર મંડપમાં ઉર્ધ્વ (ઉ૫૨), નીચે, તીર્હી જગા પર સંક્રાંત થયેલ પ્રતિબિંબરૂપે દ્રૌપદીએ એક હોવા છતાં ઘણા રૂપને ધારણ કર્યા ત્યારે દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને હાથ ઊંચા કરીને લોકસમૂહના અવાજને રોકીને આ પ્રમાણે વાણી ઉચ્ચારી. હે રાજાઓ ! હે કુમારો ! બધા સાવધાન થઈને મારી વાત સાંભળો.
‘આ અમારા કુલનું શ્રેષ્ઠ અને સો દેવતાથી સેવાયેલા બાણને ચડાવીને જે કોઈપણ રાધાવેધને સાધશે. તે પરાક્રમીને જગતમાં અદ્ભુત અને સૌભાગ્યશાલીની મારી બહેન આ દ્રૌપદીને પરણશે.’’
તેવા ધૃષ્ટદ્યુમ્ન કુમારના વચન સાંભળીને બાણના આરોપણ માટે તૈયાર થયેલા રાજાઓને દ્વારપાલિકાએ દ્રૌપદીને બતાવ્યા. હે દેવી ! આ બાજુ જુઓ, આ હસ્તિશિર્ષ નગરનો રાજા દમદંત ધનુષ્ય ઉપર બાણને ચઢાવવા માટે ઉભો થયો. ત્યાં સામે છીંક આવતાં તે અટકી ગયો અને પોતાના તેજની હાનિ પામેલો તે પાછો બેસી ગયો. તેવી રીતે ધર નામનો રાજા મથુરાધીશ તે બાણને આરોપવા માટે તેવી જ રીતે ઉભો થયો. તે રાજાને સામે આવેલો જોઈને સર્વ સભાજનો અવજ્ઞાપૂર્વક હાસ્યને કરે છે, હસે છે. તેના હાસ્યને જોઈને મથુરાનો રાજા પૃથ્વી પર આવીને ફરી મંચ પર ચડી ગયો.
ફરી દ્વારપાલિકા બોલી : “હે સ્વામિની ! આ બાજુ જુઓ. તમારા મિલનને ઇચ્છુક વિરાટ દેશનો રાજા કેટલીક ભૂમિ સુધી આવીને ધનુષ્યને જોઈને જાણે સ્થંભિત થઈ ગયા ન હોય તેવા દેખાય છે.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org