________________
સર્ગ - ૪
૭૯
પાંડવ ચરિત્રમ્ એની વ્યાખ્યા :- ક્યારેક કોઈ સાધુ વગેરે નિદાનને કરે.. દેવોને સાક્ષાત્ કોણે જોયા છે.આ રાજાઓ જ દેવો છે. તેથી જો તપાદિ અનુષ્ઠાનનું ફલ હોય તો હું રાજા બનું. તે સ્વર્ગે ગયો. અવીને રાજ્યને પામે છે, પરંતુ સમ્યક્તાદિ ધર્મને પામતા નથી. એ પ્રમાણે દુર્લભબોધિ થાય. / ૧//
એ પ્રમાણે – શેઠ બહુ ચિંતાવાળા, બહુ વ્યાપારવાળા હોય છે. તેથી શ્રેષ્ઠાદિ કુળે મારો જન્મ થાય. / ૨ll
યુદ્ધ આદિ :- દુષ્કરકારી વ્યાપારવાળો પુરુષ સ્ત્રીપણું પામે છે. all
એ પ્રમાણે :- સ્ત્રી નિત્ય પસરાધીન અને પરાભવને પામનારી સ્ત્રી પુરુષપણું ઇચ્છે છે... /૪
પરમવિચાર – પછી અશુભ મનુષ્યના ભોગો, પછી જે દેવો અન્ય દેવ-દેવીને અથવા પોતાને દેવ-દેવી રૂપને વિદુર્વા ભોગ ભોગવે છે, તેવો હું પણ થાઉં. / પી.
સ્વપ્રવિચાર –પોતાને જ દવે-દેવી રૂપે વિક્ર્વને ભોગ ભોગવે છે. ૬ll અલ્પત દેવ :- કાપભોગથી નિવૃત્ત થયા છે, જ્યાં કોઈપણ જાતની વિચારણા નથી, ત્યાં ઉત્પન્ન થાઉં. તે ત્યાંથી અવીને સમ્યગ્દર્શન પામે છે. પરંતુ દેશવિરતિ આદિ નથી પામતા... /૭l
દરિદ્ર – પછી મારો આત્મા નિસ્તાર પામી. એ પ્રમાણે દરિદ્ર થાઉં, તે સ્વર્ગથી આવેલો દરિદ્ર થઈ પ્રવ્રયા પણ લે, પરંતુ સિદ્ધગતિ પામતો નથી... I૮ - શ્રાવકપણું – એ પ્રમાણે શ્રાવક થાઉં. એ પ્રમાણે વિચારીને શ્રાવક થાય. તે સર્વવિરતિને પામતો નથી.. III,
એ પ્રમાણ નવનિયાણા અને દ્રૌપદીના ભવોને કહીને કરેલ નિયાણાથી આ દ્રૌપદી પાંચ પતિવાળી થશે, એ પ્રમાણે કહીને મુનિપુંગવ જે રીતે આવ્યા હતા, તે રીતિએ આકાશમાર્ગે ચાલ્યા ગયા. કારણ કે સાધુઓ એક સ્થાને રહેતા નથી. ત્યારે પાડુ રાજાના સ્વજન રાજાઓ સૂર્યના ઉદયે કમળવનની જેમ વહુને પામવાથી (જોઈને) વિકાસ (આનંદ)ને પામ્યા.
હવે પાંચાલ રાજાએ પુત્રી દ્રૌપદીના વિવાહનું કાર્ય શરૂ કર્યું. તે આ પ્રમાણે– પ્રથમ તેણીએ સ્નાન મંડપમાં જઈને સ્નાન કરીને મંગલકાર્ય કર્યું. પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને સ્નાનાગારની બહાર નીકળી. જ્યાં જિનમંદિર હતું. ત્યાં પ્રવેશ કરીને જિનેશ્વરને નમસ્કાર કર્યા, પછી હાથમાં મોરપિંછી લઈને ધૂપને ઉવેખ્યો (કર્યો). ધૂપને ઉવેખીને ડાબો પગ ઊભો કરીને જમણો પગ ભૂતલ પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org