________________
(ત્રીજો સર્ગ)
હવે ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળને ઇચ્છતી કુન્તીએ નાસિક નગરમાં શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું મંદિર બંધાવ્યું–કરાવ્યું. જે પ્રાસાદમાં મણિઓની પ્રભાથી અંધકાર નાશ થઈ ગયો છે. દીપકો માત્ર મંગલને માટે જ થયા છે. આચારનિષ્ઠ સુસાધુથી પ્રતિષ્ઠિત તે અરિહંત પરમાત્માના મંદિરમાં કુન્તી હરસાલ જઈને જિનધર્મની પ્રભાવના કરે છે. એ પ્રમાણે ધર્મકાર્યમાં એક વ્યસનવાળી બનેલી પાડુ રાજાની ધર્મપતી કુન્તી ફરીથી ગર્ભવતી થઈ.
ધર્મ કરનારને ધર્મ ફલ આપે જ છે... ધર્મ નિષ્ફળ જતો નથી.
કહ્યું છે કે – “સર્પહાર લત્તા બની જાય છે. તલવાર ખરેખર પુષ્પમાલાનું આચરણ કરે છે. એટલે કે પુષ્પમાલા બને છે. વિષ પણ રસાયણ (ઔષધ) બની જાય છે. દુશમન પ્રીતિને ધરનારો મિત્ર બની જાય છે, દેવો વશ થાય છે. આથી વધારે શું કહેવું, ધર્મ જે માને છે, તેના પર પણ રતોની વર્ષા કરે છે.”
તે પુત્ર ગર્ભમાં આવતાં પાડુ પત્ની કુન્તી સ્વપ્રમાં નંદન બાગમાંથી વાયુ વડે લાવીને કલ્પવૃક્ષને પોતાના ખોળામાં નંખાતું (મુકાતું) જોયું. સ્વમ જોઈને જાગેલી કુન્તીએ જલ્દી જઈને પતિને કહ્યું, પાડુ રાજાએ પણ તે સ્વમ સાંભળીને તેનો અર્થ મનમાં વિચારીને આ પ્રમાણે કહ્યું : “હે દેવી ! તમે સાંભળો, તને ભવિષ્યમાં પુત્ર થશે, કેવા પ્રકારનો તે કહું છું, બલવાનોમાં શ્રેષ્ઠ, વીરોમાં જ્યેષ્ઠ (મોટો) ધર્મવાનોમાં પ્રથમ, અત્યંત વીર્યવાન (જાણી ન શકાય તેવો વીર્યવાળો)' ઇત્યાદિ સાંભળીને કુન્તી હર્ષથી ખીલી ગઈ છે રોમરાજી જેની તેવી થઈ. કુન્તીને તે ગર્ભના પ્રભાવથી આવા પ્રકારની સ્કૂર્તિ પ્રાપ્ત થઈ. યાને દોહદ ઉત્પન્ન થયો કે હું મોટા મેરુ પર્વતને ઉખેડી નાખું–અથવા મેરુને ચૂરી નાખું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org