________________
સર્ગ - ૨
૩૭
પાંડવ ચરિત્રમ્
આ પ્રમાણેના આક્ષેપથી બલભદ્ર યુત કૃષ્ણ ગોપવેષ સહિત મંચથી ઉતરીને ચાણ્રની આગળ થઈને અભિમાનપૂર્વક વાણીથી આમ કહ્યું : “હે શૂર માનિન્ ! કાતર ! આ હું તારા અત્યંત ગર્વ દૂર કરનારો. હું ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ, વિપક્ષનો (દુશ્મનનો) ક્ષય કરનારો, તારી સામે ઊભો છું. મારી સાથે યુદ્ધ કર. જેથી તારૂં શૂરપણું દૂર કરૂં.' એ પ્રમાણે કઠોર વાણીથી તિરસ્કૃત થયેલા સિન્દ્ર જેવા લાલ લોચનવાળા ચાણ્રે કૃષ્ણને કહ્યું : “રે બાલગોપાલ ! તારા મુખમાંથી આજ સુધી પણ સ્તન્યની (દૂધની) ગંધ ગઈ નથી ! તેથી તારા આ ગાત્ર પર પડતી મારી મુષ્ટિઓ લજ્જા પામે છે. આથી તારી જગ્યાએ જા. શા માટે ખોટું અભિમાન કરે છે. મારી મુષ્ટિથી હણાયેલો ઘડાના ઠીકરાની જેમ ચૂર્ણ થઈ જઈશ.” તે સાંભળીને હિ૨ (કૃષ્ણ) બોલ્યો : “હે મલ્લ (શ્રેષ્ઠ) શરીરથી શું ! નાનાથી પણ શું ? નાનો પણ સિંહ હાથીને શું મારતો નથી ?”
કારણ કે મોટા શરીરવાળો હાથી અંકુશથી વશ થાય છે. હાથી શું અંકુશ જેટલો છે. વજ્ર શું પર્વત જેટલો છે ? પર્વતો પડી જાય છે. વજ્રથી પણ હણાયેલા પર્વતો પડી જાય છે, સળગતા દીપથી અંધકાર નષ્ટ થાય છે. જેટલો દીપ છે. જેનામાં તેજ (બળ) રહ્યું છે, તે જ બલવાન છે. મોટામાં શો વિશ્વાસ ? આથી મોટા નાનાપણાનો વિચાર ન કરવો. આવી જા મારી સામે યુદ્ધ કર...
વળી ચાણ્રે કહ્યું : “અરે એ સ્તનન્વય ! તને મારી કાખમાં લેતાં જ ક્ષણમાત્રમાં વિનાશ પામીશ. આથી તું દૂર જતો રહે. આ બાજુ જા મારી દૃષ્ટિથી દૂર જા, મર નહિ. તે સાંભળી કૃષ્ણ બાહુ પર હાથ પછાડી અવાજને ફેલાવતો મલ્લ મંડપને પ્રદક્ષિણા આપે છે. મલ્લનો રાજા ચાણૂર પણ વાદળાની જેમ ગર્જતો જાંઘ ૫૨ હાથ પછાડતો મંડપમાં ફરે છે. તે જોઈને હાહાકાર કરતા લોકો પરસ્પર એકબીજા આ પ્રમાણે બોલ્યા.
જેમ કે ખરેખર ક્યાં જુવાન ચાણ્ર ક્યાં આ ગોકુલનું બચ્ચું (બાળક). બળદ અને વાછરડાની જેમ આ બંનેનું યુદ્ધ યુક્ત નથી, એ પ્રમાણે લોકોની વાત સાંભળીને તે બધા લોકોને કંસે કહ્યું : “હે લોકો ! આ ગોવાળના બે બાળકો કોના બોલાવવાથી આવ્યા છે. નાના આ બંને બાળકો જાતે યુદ્ધ કરે છે, આને કોણ નિષેધ કરે, કોણ માન્ય કરે ?'' એ પ્રમાણે કંસનું કહ્યું સાંભળીને સર્વે રાજાઓ અને લોકો મૌન રહ્યા. કૃષ્ણ અને ચાણ્રનું પરસ્પર નાના પ્રકારનું મલ્લયુદ્ધ જોઈને બધા રાજાઓ ચિત્રમાં રહેલાની જેમ એકતાન (સ્થિર) થઈ ગયા. તે બન્નેનું યુદ્ધ જોઈને નવીન વરસાદથી ધરા જેમ નવા અંકુરવાળી બને છે, તેમ સમુદ્રવિજય આદિના શરીર રોમાંચિત થઈ ગયા. એટલે કે હર્ષથી રોમરાજી ખીલી ઉઠી. પછી કૃષ્ણે પોતાના પગ (પછાડવા) દબાવવાથી પૃથ્વીને કંપાવવા સાથે કંસના મનને કંપાવ્યું. તે પછી કંસે આદેશ કરેલો મૌષ્ટિક પણ જ્યાં તે કૃષ્ણને હણવા માટે દોડે છે, ત્યાં રાજા (બલભદ્ર) બોલ્યા : “રે દુરાચાર! મૌષ્ટિક ! તું મારી સાથે યુદ્ધ માટે તૈયાર થા. આ તારી ખાજ હું દૂર કરૂં છું. આવ, મારી સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org