________________
પાંડવ ચરિત્રમ્
૨૬
સર્ગ - ૨ કહ્યું: “સાચું છે. રાજાએ મહેલમાં નિરોધ કરવા છતાં પણ કંઈક ન્હાનું કાઢીને પાંજરામાં સિંહના બચ્ચાની જેમ રાખ્યા છે.” તેણીને કુમારે પૂછ્યું, હે સુંદરી ! નિરોધ કરવાનું કારણ શું? તેણે પણ બધો જ નગરજનોનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કરમાઈ ગયેલા મુખવાળો વસુદેવ કોઈપણ રીતે દિવસ અતિક્રમીને રાત્રિને વિષે એકલો જ તલવાર સાથે નીકળીને સ્મશાને ગયો. ત્યાં અનાથ મૃતકને ચિતામાં નાખીને અગ્નિ વડે સળગાવીને તે ચિતાની નજીકમાં એક લાંબો પત્ર પોતાના હાથે લખીને બાંધીને જાતે જ પૂર્વદિશામાં ચાલ્યો. સવારે વાજિંત્રોના અવાજ વડે જાગેલા રાજાએ વસુદેવને બોલાવ્યો અને સેવકોએ બધી બાજુ જોઈ, પરંતુ તે ક્યાંય પણ મળ્યો નહિ. તેથી જાતે જ જોવાને માટે નીકળેલો રાજા જ્યાં નગરના દરવાજાની નજીક સ્મશાનમાં ગયા, ત્યાં તેણે તે લાંબા પત્રને જોયો, તે લઈને વાંચ્યો.
જે પુરુષને ગુરુઓ (વડીલો)ના ઉપાલંભ (ઠપકો) સાંભળવો પડે છે, તેથી તો તેને મૃત્યુ સારું છે. જીવિતતો શરમજનક બની રહે છે, તેથી અનેક અવગુણની ખાણરૂપ અને વડીલોને ઉદ્વેગ (સંતાપ) કરનારા શૌરિએ ચિતા બનાવીને જાતે જ અગ્નિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણેનો પત્ર વાંચીને રાજા બેભાન થઈ ગયો. કારણ ભાઈને મૃત જોઈને કોણ મૂર્છા નથી પામતું. અહીંયા શોકનું વર્ણન કરે છે. ચેતના પામેલો રાજા આ પ્રમાણે વિલાપ કરે છે. હા, વત્સ ! ગુરુ વત્સલ! અમને શોકમાં ડૂબાડીને તું ક્યાં ગયો? હે ભાગ્યેક ભૂ! માતા પણ રૂવે છે. તે માતૃવત્સલ, હે ગુણમણિ ખાણ !
તે સમયે શૌરિના મહેલમાં, ગીતશાલામાં, ગીત, હાસ્યશાલામાં હાસ્યરમત અને ક્યાંય પણ વાજિંત્રનો અવાજ ન હતો. એ પ્રમાણે કાળ જતાં કેટલાય વર્ષો ચાલી ગયા. એક દિવસ અષ્ટગયોગ નિમિત્ત જાણનાર કૌષ્ટ્રકીએ કોઈક નિમિત્ત જોઈને સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે કહ્યું : “હે રાજન્ ! તમારો ભાઈ વસુદેવ આજ પણ જીવતો સ્વસ્થ રહ્યો છે, એ પ્રમાણે નૈમિત્તિકની વાણી સાંભળીને રાજકાર્યમાં રાજા લાગી રહ્યો.” આ બાજુ અરિષ્ટપુરના રુધિર રાજાએ પોતાની પુત્રી રોહિણીનો સ્વયંવર મંડપ કર્યો. તે સ્વયંવર મંડપમાં અનેક જરાસંઘ આદિ રાજાઓ નિમંત્ર્યા. તેમાં સમુદ્રવિજયને પણ નિમંત્રણ આપ્યું. તે પણ ભાઈઓની સાથે મોટી ઋદ્ધિ સાથે ત્યાં આવ્યો.
તે સ્વયંવર મંડપમાં બધા રાજાઓ ઊંચા મંચ (માંચડા) પર બેઠેલા પાલક–વિમાનમાં પાલક દેવોની જેમ શોભે છે. તે સ્વયંવર મંડપમાં ધાત્રીથી સ્તુતિ કરાયેલા ગુણવાન રાજાઓ પર્વત જેટલા ઊંચા ઉપમાવાળા ગર્વધારી રાજાઓ પોતાના અંગમાં માતા નથી. (એટલે કે અંગમાં ગર્વ સમાતો નથી, પરંતુ રોહિણીને એક પણ ગમ્યો નહિ, ત્યાં તેણીએ બધા રાજાઓને છોડીને એક પટ્ટવાહક (નગારું વગાડનાર) તરફ વારંવાર દૃષ્ટિ કરી. કારણ કે તેણે વગાડેલા પડહમાં પ્રકટ (સ્પષ્ટ) અક્ષર વાગતા હતા. તે સુંદરી ! તારા ગુણોએ મને ખરીદ્યો છે. તું મને પરણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org