________________
ખગાદિક આ સર્વને વિષે જે કાંઈ શરીર વડે નહીં આચરવાલાયક અને મન વડે નહીં ઇચ્છવાલાયક સૂક્ષ્મ કે બાદર પાપાનુબંધી પાપ મેં વિપરીતપણે આચર્યું હોય, તે પણ મન, વચન કે કાયા વડે કર્યું, કરાવ્યું કે અનુમોદ્યું હોય, તે પણ રાગ, દ્વેષ કે મોહ વડે આ જન્મમાં કે અન્ય અતીત જન્મોમાં વિપરીત આચર્યું હોય તે સર્વે ગહિત છે, દુષ્કૃત છે, અને ત્યાગ કરવાલાયક છે એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી જાણ્યું છે અને આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાથી મને રુચ્યું છે તેથી અરિહંત અને સિદ્ધની સાક્ષીએ આ ત્યાગ કરવાલાયક સર્વ દુષ્કૃતને હું ગહું છું - નિંદું છું અને આ સંબંધમાં મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ એમ ત્રણ વાર માફી માગું છું.
मूलम् : (९) होउ मे एसा सम्मं गरहा । होउ मे अकरणनियमो । बहुमयं ममेयं ति इच्छामि अणुसट्ठि अरहंताणं भगवंताणं गुरुणं कल्लाणमित्ताणं ति । होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे एत्थ बहुमाणो । होउ मे इओ मोक्खबीयं ।
सूत्रम् - १
२१