________________
ન્યાયથી જોતાં ભવ્યત્વ જેવી નથી. કેમ કે આ ભવ્યત્વ કેવળસર્વથા જીવરૂપ નથી અને દિદક્ષા તો કેવળ જીવરૂપ છે. (તેથી મોક્ષમાં ભવ્યત્વ નહીં રહે, પણ દિદક્ષા તો રહેશે.) કારણ કે ભાવી યોગની અપેક્ષાએ શુદ્ધ આત્માને જ્યારે મહત્તત્ત્વ, અહંકાર વિગેરેનો સંબંધ થાય છે ત્યારે માત્ર એલી દિદક્ષા જ હોય છે તેથી દિદક્ષા અને ભવ્યત્વ એ બંને સરખાં નથી. તેમાં યુક્તિ છે કે - જ્યારે ભાવી યોગ નહોતો ત્યારે એકલી સ્વાભાવિક જ દિદક્ષા હતી. તેથી કેવલત્વને લીધે જ સ્વાભાવિકપણું હોવાથી સંસારથી મુક્ત થયા પછી પણ દિદક્ષા હોવી જ જોઈશે, તેની નિવૃત્તિ થઈ શકશે નહીં. આ જવાબ ઉપર શંકાકાર કહે છે કે – આ દિદક્ષાનો એવો જ સ્વભાવ છે કે તે દિદક્ષા મહદાદિકનો યોગ થયા પછી તેમાં વિકાર જોવાને લીધે મુક્તઅવસ્થામાં નિવૃત્ત થશે. તે ઉપર આચાર્ય મહારાજ કહે છે કે – કેવળપણું સમાન છતાં આવા સ્વભાવની જે કલ્પના કરવી એટલે કે એક કેવળ અવસ્થામાં દિદક્ષાનો ભાવ અને એક કેવળ અવસ્થામાં દિદક્ષાનો અભાવ આવી જે કલ્પના કરવી તે અપ્રમાણ છે. કેમ કે એમ માનવાથી તો આત્મા થકી દિદક્ષા ભિન્ન થઈ જશે. सूत्रम् - ५
२०१