________________
છે કે પ્રથમ અબદ્ધ જીવ ઇંદ્રિયરહિત હોવાથી તેને દિક્ષા ઉત્પન્ન થાય જ નહીં. કેમ કે જોવાની ઇચ્છા તે દિક્ષા કહેવાય છે. તે ઇંદ્રિયોથી જ થઈ શકે છે. ફરી શંકાકાર કહે છે કે તે દિદક્ષા સ્વાભાવિક જ કહેશું, આત્માનો ધર્મ માની આત્માની સાથે જ રહેલી છે એમ માનવામાં શો દોષ છે? તેનો ઉત્તર આપે છે કે - જો દિદક્ષાને સ્વાભાવિક માનશું તો જેમ ચૈતન્ય સ્વાભાવિક હોવાથી તેની કદાપિ નિવૃત્તિ થતી નથી તેમ દિદક્ષા પણ સ્વાભાવિક હોવાથી તેની કદાપિ નિવૃત્તિઅભાવ થશે નહિ. છતાં દિક્ષિાની નિવૃત્તિ થશે એમ માનીએ તો તે આત્માથી જુદી નહીં હોવાથી આત્માનું સ્થાન જ નહીં રહે. અર્થાત તેની નિવૃત્તિ સાથે જ આત્માની પણ નિવૃત્તિઅભાવ થશે. અન્યથા જો દિકક્ષાની નિવૃત્તિ થયા છતાં પણ આત્માનું સ્થાન રહેતું હોય - આત્મા રહેતો હોય તો તે દિક્ષા આત્માની નહીં કહેવાય. અહીં કોઈ શંકા કરે કે – આત્મા અને દિક્ષાનો અભેદ છતાં પણ જેમ મોક્ષ પ્રાપ્ત થતાં ભવ્યત્વ નિવૃત્ત થાય છે તેમ દિદક્ષા પણ નિવૃત્ત થશે તેથી કાંઈ દોષ આવશે નહિ. અર્થાત્ આત્માનું સ્થાન રહેશે. તે ઉપર આચાર્ય મહારાજ જવાબ આપે છે કે - આ દિક્ષા ૨૦૦
श्री पञ्चसूत्रम्