________________
જીવોને કર્મબંધ ક્યારથી થયો તેનો પ્રારંભ નહીં હોવાથી તે બંધ પણ અનાદિ છે. તેમજ વળી જીવો પ્રથમ અબદ્ધ - બંધરહિત હતા અને પછી તેમને બંધ થયો એમ માનીએ તો સિદ્ધના જીવો પણ અબદ્ધ છે તેથી તેમને પણ ફરીથી બંધની પ્રાપ્તિ હોવી જોઈએ અને તેમ થવાથી બદ્ધ અને સિદ્ધ જીવો વચ્ચે કાંઈપણ તફાવત રહે નહીં. અહીં કોઈ શંકા કરે કે - જ્યારે બંધ અનાદિ છે ત્યારે તેનું કારણ કાંઈપણ નહીં હોવાથી તે બંધ સ્વાભાવિક કહેવાશે. અને એમ કહેવાથી સ્વાભાવિકપણાને લીધે જ તે બંધનો મોક્ષ પણ નહીં થાય. આનો ઉત્તર છે કે – બંધ અનાદિ છતાં પણ સુવર્ણ અને પથ્થરના દૃષ્ટાંત વડે બંધનો વિયોગ સંભવે છે. જેમ સુવર્ણ અને પથ્થર-માટીનો સંયોગ અનાદિ કાળનો છે, તો પણ અગ્નિના સંયોગથી તેનો વિયોગ થઈ કેવળ સુવર્ણ જુદું પડે છે, તેમ તપઆદિક ક્રિયાના સંયોગથી બંધનો વિનાશ થઈ આત્મા કેવળ શુદ્ધ નિર્લેપ થઈ રહે છે. તેમાં કાંઈ પણ વિરોધ દેખાતો નથી.
मूलम् : (५३) ण दिदिक्खा अकरणस्स । ण यादिट्ठम्मि एसा । ण सहजाए णिवित्ती । ण निवित्तीए आयट्ठाणं । ण सूत्रम्-५
१९५