________________
ફરીથી કોઈ શંકા કરે કે – સર્વ ભવ્યજીવોમાં ભવ્યપણું તો સમાન જ છે. પણ સહકારી કારણોના ભેદથી ફળનો ભેદ થાય છે એમ કેમ માનવું? તેનો ઉત્તર આપે છે કે – તથાભવ્યતાદિક વિચિત્ર પ્રકારનું ન હોય તો સહકારીનો ભેદ હોઈ શકે નહીં. તથાભવ્યત્વાદિક જુદા જુદા પ્રકારનું છે. તેથી જ સહકારી કારણો પણ જુદાં જુદાં જુદે જુદે વખતે મળી શકે છે કેમ કે સહકારીના ભેદને તથાભવ્યતાદિકના ભેદની અપેક્ષા છે. અર્થાત ભવ્યતાદિકનો તેવો સ્વભાવ ન હોય તો સહકારીની તેવી પ્રાપ્તિ ન હોય. આનું નામ જ અનેકાંતવાદ છે અને તે જ તાત્ત્વિક છે. તે અનેકાંતવાદ તથાભવ્યતાદિક જુદા જુદા માનવાથી ઘટે છે. અન્યથા - સર્વથા પ્રકારે ભવ્યત્વાદિકની તુલ્યતા માનીએ તો તે એકાંતવાદ-નિશ્ચયવાદ કહેવાય અને જે એકાંતવાદ તે જ મિથ્યાત્વ છે. આ એકાંતવાદ માનવાથી કાંઈપણ વ્યવસ્થા થઈ શકે નહીં કેમ કે તથાભવ્યત્વાદિકનો ભેદ ન માનવાથી સહકારીનો પણ ભેદ હોઈ શકે નહીં. કર્મ પણ તેવા પ્રકારનું કર્મ હોવાથી કારક - કર્તા થઈ શકે છે. કર્મનું તેવા સ્વભાવપણું ન હોય તો તે કારક કહી શકાય નહીં.
श्री पञ्चसूत्रम्
१९२