Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 182
________________ ભાવાર્થ: પરની અપેક્ષાથી જે આનંદ મળે તેમાં ઉત્સુકતારૂપ દુઃખ હોવાથી તે વાસ્તવિક આનંદ કહેવાતો જ નથી. વળી સંયોગ વિયોગનું કારણ છે. એટલે કે પરિણામે સંયોગનો વિયોગ અવશ્ય થાય જ છે તેથી પરવસ્તુના સંયોગે થયેલો આનંદ દુઃખરૂપ જ છે. અન્ય વસ્તુના સંયોગથી જે સુખરૂપ ફળ થાય તે વિયોગ સમયે દુઃખરૂપ હોવાથી અફળ જ છે. કારણ કે સંયોગથી ઉત્પન્ન થતું સુખરૂપ ફળ અધ:પાતને જ આપનારું છે. છતાં આવા ફળને મૂર્ખ જનો મોહથી બહુ ઈષ્ટ માને છે. મોહથી બુદ્ધિનો વિપર્યાસ થાય છે. તેથી અફળને વિષે ફળ બુદ્ધિ માનવામાં આવે છે. આ વિપર્યાસથી અનુબંધવાળી અશુભ પ્રવૃત્તિ થવાથી અપાર અનર્થો થાય છે. તેથી કરીને જ ભગવાન તીર્થકરોએ આ મોહને મોટો ભાવશત્રુ - આત્યંતર શત્રુ કહ્યો છે. તે વિષે ભગવાને કહ્યું છે કે – પ્રાણીઓને અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી. કેમ કે તે અજ્ઞાનથી અશુભ ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. અને તેવી પ્રવૃત્તિથી ચોતરફ મુખ (પ્રચાર)વાળા અનેક અનર્થી પ્રાપ્ત થાય છે. सूत्रम्-५ १७७

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208