________________
પવાનો = પ્રવાહની અપેક્ષાએ મારું = અનાદિ છે. અનાદિ અનંત છે. તે વિમવંતો પૂજ્ય એવા તે સિદ્ધો પણ પર્વ = એ જ પ્રમાણે જાણવા, એક સિદ્ધની
અપેક્ષાએ સાદિ અનંત અને પ્રવાહની
અપેક્ષાએ અનાદિ અનંત તમત્રતામાવો = તથાભવ્યત્વાદિકપણાને લીધે આવો
ભેદ થઈ શકે છે. ભાવાર્થ આ સિદ્ધના સુખનું તાત્ત્વિક સ્વરૂપ બુદ્ધિનો વિષય ન હોવાથી સર્વથા અચિંત્ય છે. વળી તે સુખ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત છે. એટલે એક સિદ્ધના સુખની આદિ છે. પણ તેનો અંત નથી. અને પ્રવાહની એટલે સર્વસિદ્ધના સુખસમૂહની અપેક્ષાએ તે સુખ અનાદિ અનંત છે. સિદ્ધનું સુખ ક્યારે શરૂ થયું એવી તેની આદિ નથી તેમજ તેનો અંત પણ નથી. એ જ પ્રમાણે ભગવંત સિદ્ધ પણ જાણવા. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધની આદિ છે પણ અંત નથી અને પ્રવાહની અપેક્ષાએ સિદ્ધોની આદિ નથી અને અંત પણ નથી. १८८
श्री पञ्चसूत्रम्