________________
માણોદૃ વ = જેમ આરોગ્યનું સુખ જેન ત્તિ = રોગીથી જાણી શકાતું નથી એમ વિમાસા = સિદ્ધના સુખમાં પણ કહેવું
ભાવાર્થ જેમ કોઈ ચક્રવર્તી આદિકને સર્વ શત્રનો ક્ષય થવાથી, સર્વ વ્યાધિનો અભાવ થવાથી, સર્વ અર્થનો સંયોગ થવાથી અને સર્વ પ્રકારની ઇચ્છા ફળીભૂત થવાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ સિદ્ધને ભાવશત્રુના ક્ષયાદિકથી અનંતગણું સુખ હોય છે. અહીં ભાવના વિષયમાં શત્રુ વિગેરે આ પ્રમાણે જાણવા - રાગ, દ્વેષ અને મોહ એ જીવનો અપકાર કરનાર હોવાથી ભાવશત્રુ છે. કર્મના ઉદય જીવને પીડા કરનાર હોવાથી વ્યાધિતુલ્ય છે. ઉત્કૃષ્ટ લબ્ધિઓ પરાર્થ(પરોપકાર)નું કારણ હોવાથી અર્થરૂપ છે, અને નિસ્પૃહતાની - સર્વસંગના ત્યાગની જે ઇચ્છા છે તે ઇચ્છારૂપ છે. આ રીતે આ સૂક્ષ્મ એવું સિદ્ધનું સુખ તત્ત્વથી બીજા કોઈ જાણી શકે તેવું નથી. જેમ યતિનું સુખ વિશેષ પ્રકારના ક્ષાયોપથમિક ભાવ વડે જ અનુભવવાલાયક હોવાથી યતિ સિવાય બીજા કોઈ પ્રાણી
१८६
श्री पञ्चसूत्रम्