________________
ભાવાર્થ સિદ્ધને આકાશ સાથે સંયોગ નથી કેમ કે સિદ્ધ તો પોતાના સ્વરૂપમાં જ રહેલા છે. આધાર વિના શી રીતે રહી શકે? એ શંકા ઉપર કહે છે કે- આકાશ પોતે જ બીજાના આધાર વિના રહેલું છે. અહીં એવી યુક્તિ છે કે – એક સત્તા બીજી સત્તાને આધારે રહેતી નથી. અર્થાત આકાશ સત્ છે તે બીજા કોઈને આધારે રહેતું નથી તે જ પ્રમાણે સિદ્ધના જીવ પણ સત છે તેથી તે પણ બીજાને આધારે રહેતા નથી. આ તત્ત્વ કેવળીગમ્ય હોવાથી અચિંત્ય છે. આવો નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયનો મત જુદી રીતે છે. આ રીતે વિયોગવાળો સંયોગ સિદ્ધ થવાથી સિદ્ધ અને આકાશ એ બેને સંયોગ છે જ નહીં. આ સંયોગનું લક્ષણ જુદું જ છે. આકાશનો પણ સંયોગ ન હોવાથી સિદ્ધને કોઈની અપેક્ષા નથી એમ સિદ્ધ થયું. વળી કોઈ શંકા કરે કે- અહીંથી લોકાંત સુધી સિદ્ધની ગતિ કેમ થાય છે? તેનો ઉત્તર આપે. છે કે – કર્મના ક્ષયથી જેમ અનંત સુખ પ્રાપ્ત થવાનો તેમનો સ્વભાવ છે તે જ રીતે લોકાંત ગમન થવાનો પણ તેમનો સ્વભાવ જ છે. તે સિદ્ધના જીવને કેવું અનંત સુખ છે? તે માટે કહે છે કે – આ સિદ્ધના સુખને કોઈની ઉપમા આપી १८२
श्री पञ्चसूत्रम्