________________
કર્મના વિચિત્રપણાને લીધે માતાપિતા પ્રતિબોધ ન પામેલા હોય તો તેમને પ્રથમ પ્રતિબોધ પમાડવા મહાસત્ત્વવાળાના માતાપિતા પામેલા જ હોય છે. છતાં કદાચ તેવા ન હોય તો તેમને આ પ્રમાણે કહીને પ્રતિબોધ પમાડવા (સમજાવવા)
“હે માતાપિતા ! આ જીવિત બંને ભવમાં સફળ થાય તો જ તે પ્રશંસા કરવા લાયક છે. તથા સમુદાયે કરેલા શુભ કર્મ સમુદાયને ફળ આપનાર થાય છે. અને અન્યથા એટલે શુભ કર્મ નહીં કરવાથી તો ભવપરંપરા વડે આપણો સર્વનો અતિદીર્ઘકાળનો વિયોગ થશે. અને એમ થવાથી તો એક વૃક્ષ ૫૨ રાત્રે આવીને નિવાસ કરતાં અને પ્રાતઃકાળે ઊડીને જતાં રહેતાં પક્ષીઓ તુલ્ય આપણી વિયોગચેષ્ટા ગણાશે. કેમ કે કોઈથી રોકી ન શકાય એવું મૃત્યુ અલ્પ આયુષ્યપણાને લીધે આપણી સમીપ જ રહેલું છે. અને મનુષ્યભવ સમુદ્રમાં પડી ગયેલા ચિંતામણીરત્નની પ્રાપ્તિની જેમ અતિદુર્લભ છે. મનુષ્યભવ સિવાયના બીજા પૃથ્વીકાયાદિક ભવો તો આ જીવે અસંખ્ય કરેલા છે પણ તે સર્વે અત્યંત દુઃખવાળા, તીવ્ર મોહાંધકારવાળા અને અશુભ કર્મનો અનુબંધ કરાવનારા
श्री पञ्चसूत्रम्
८८