________________
છે. તેથી તે સર્વે ભવો ચારિત્રરૂપ શુદ્ધ ધર્મને અયોગ્ય છે. માત્ર એક મનુષ્યભવ જ સંસારસમુદ્રમાં નાવની જેમ ચારિત્રધર્મને માટે યોગ્ય છે. તેથી કરીને સંવર વડે પ્રાણાતિપાતાદિક છિદ્રોને બંધ કરનારું, જ્ઞાનરૂપી સુકાનવાળું અને અનશનાદિક તપરૂપ પવન વડે વેગથી ચાલનાર આ મનુષ્યભવરૂપી વહાણને ધર્મરૂપ આત્મકાર્યમાં જોડવું યોગ્ય છે. કેમ કે સર્વ કાર્ય કરવામાં અનુપમ એવો આ મનુષ્યભવ રૂપી અવસર મોક્ષને સાધનારા ધર્મનો સાધક હોવાથી અતિદુર્લભ છે. અને વળી મોક્ષ જ સર્વ જીવોને આદરવાલાયક છે. કેમ કે એ મોક્ષને વિષે જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, ક્ષુધા, તૃષ્ણા કે બીજા શીતઉષ્ણાદિક કાંઈપણ ઉપદ્રવ નથી. અને સર્વથા પ્રકારે સ્વતંત્ર, અશુભ રાગાદિક રહિત, શાંતિ, શિવ અને અવ્યાબાધપણે જીવોનું અવસ્થાન છે.
मूलम् : (२८) विवरीओ य संसारो इमीए अणवट्ठियसहावो । एत्थ खलु सुही वि असुही, संतमसंतं, सुविणे व सव्वमाउलं ति । ता अलमेत्थ पडिबंधेणं । करेह मे अणुग्गहं । उज्जमह एवं
1
सूत्रम् - ३
८९