________________
તતત્તન્નામો = તે ઉપાયને પોતાના તત્ત્વનો ત્યાગ જ
પ્રાપ્ત થાય મરૂપસંગો = અતિપ્રસંગ દોષ લાગે માટે નિયમયં = આ નિશ્ચયનયનો મત છે તેથી
કાંઈ વ્યવહારના ઉચ્છેદની શંકા રહેતી
નથી. ભાવાર્થ તે મુમુક્ષુ ઉપરના સૂત્રમાં કહ્યા પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી સારી વિધિપણાને લીધે ક્રિયાના ફળ વડે જોડાય છે કે આ ચારિત્રક્રિયા સમ્યક ક્રિયા હોવાથી તેનું ફળ તેને મળે છે. વળી તે મુમુક્ષુ વિશુદ્ધ ચારિત્રાવાળો અને મહાસત્ત્વવાળો હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ વિપર્યયને પામતો નથી અને વિપર્યય નહીં પામવાથી ઉપાયમાં પ્રવૃત્તિ હોવાને લીધે તેનું વાંછિત સિદ્ધ થાય છે. કેમ કે જે વિપર્યયને પામેલ ન હોય તે ઉપાયને છોડી અનુપાયમાં પ્રવર્તે જ નહીં અને જે ઉપાય (કારણ) હોય તે અવશ્ય ઉપેયને (કાર્યને) સાધનાર હોય જ છે. અન્યથા જો ઉપાય-ઉપેયને સાધ્ય કરે નહીં તો ઉપાય પોતાના તત્ત્વનો ત્યાગ જ કરે કેમ કે તેથી અતિપ્રસંગ દોષ આવે છે આ પ્રમાણે નિશ્ચયનયનો મત છે. પરંતુ તેથી सूत्रम्-४
११९