________________
૩મસંગોહિ = સંયોગ વિનાનો एस आणंदे = આ આનંદ પરે =
ઉત્કૃષ્ટ મણ = માનેલો છે
ભાવાર્થ તે સિદ્ધના જીવને શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ નથી અર્થાત ઇંદ્રિયાદિક કાંઈ પણ નથી. છતાં તે અભાવરૂપે નથી, પરંતુ જ્ઞાનની જેમ રૂપરહિત સત્તા એટલે તેનું સાક્ષાત્ વિદ્યમાનપણું તો છે. વળી તેનું કોઈપણ પ્રકારનું કહી શકીએ તેવું સંસ્થાન (આકૃતિ) નથી. સ્વભાવથી જ તેનું અનંતવીર્ય છે, તે સદા કૃતાર્થ છે. (કોઈ પણ કાર્ય કરવાનું બાકી નથી) તેને દ્રવ્યથી કે ભાવથી કોઈપણ પ્રકારની બાધા – પીડા નથી. તેને સર્વથા પ્રકારે કોઈની પણ અપેક્ષા નથી. તેથી કરીને જ તે (સિદ્ધ જીવની સત્તા) તરંગરહિત સમુદ્રની જેમ સ્થિર અને પ્રશાંત-સુખના પ્રકર્ષને લીધે અનુકૂળ છે. (જો સંયોગ જ દોષવાળો હોય તો સિદ્ધને પણ આકાશ સાથે સંયોગ છે તે કેમ દોષવાળો ન કહેવાય ?)
१७४
श्री पञ्चसूत्रम