________________
હોતી નથી. તે પોતાના આત્મસ્વભાવમાં જ રહેલો હોય છે અને તેથી કરીને જ શેય પદાર્થો અનંતા હોવાથી તેને અનંતજ્ઞાન અને અનંતદર્શન હોય છે. તે સિદ્ધનો સ્વભાવ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યો છે – તે જીવ ચંદ્રની જેમ ભાવથી શુદ્ધ એવી પ્રકૃતિએ કરીને રહેલો છે. અને ચંદ્રિકાની જેમ તેમાં જ્ઞાન રહેલું છે તથા વાદળાંની જેમ તેને કર્મરૂપી આવરણ હોય છે અર્થાત્ તેને લાગેલાં હોતાં નથી. - मूलम् : (४६) से न सहे, न रुवे, न गंधे, न रसे, न फासे, अरुविणी सत्ता अणित्थंथसंठाणा, अणंतवीरिया, कयकिच्चा, सव्वाबाहाविवज्जिया, सव्वहा निरवेक्खा, थिमिया, पसंता । असंजोगिए एसाणंदे अओ चेव परे मए ।
छाया: (४६) सन शब्दः, न रूपं, न गन्धः, न रसः, न स्पर्शः । अरूपिणी सत्ता, अनित्थंस्थसंस्थाना, अनन्तवीर्या, कृतकृत्या, सर्वाबाधाविवर्जिता, सर्वथा निरपेक्षा, स्तिमिता, प्रशान्ता । असायोगिक एष आनन्दः अत एव परो मतः । शब्दार्थ: से =
તે સિદ્ધને १७२
श्री पञ्चसूत्रम्