________________
પટ્ટીમુદે = જેનાં અશુભ કર્મો ક્ષીણ થયાં છે ગણુવધસતિવાણ =અશુભ અનુબંધની શક્તિરહિત સંપત્તનિમાવે = પોતાના આત્મસ્વરૂપને પામેલો જિરિ = ગમનાદિક ક્રિયારહિત सहावसंठिए = આત્મસ્વભાવમાં રહેલો મiતાળ = અનંત જ્ઞાનવાળો બંતવંaછે = અનંત દર્શનવાળો હોય છે.
ભાવાર્થ તે દીક્ષિત સાધુ આ પ્રમાણે સુખપરંપરાએ કરીને સર્વથા સિદ્ધ થઈ સદાશિવપણાએ કરીને પરમબ્રહ્મરૂપ થાય છે. ઉત્કૃષ્ટ ગુણનો યોગ થવાથી મંગળના સ્થાનરૂપ હોય છે. કારણનો અભાવ હોવાથી જન્મ, જરા અને મરણ રહિત હોય છે. કહ્યું છે કે – જેમ બીજ બળી જવાથી તેનો અંકુરો પ્રગટ થતો નથી તેમ કર્મરૂપી બીજ બળી જવાથી સંસારરૂપી અંકુરો પ્રગટ થતો નથી. વળી તેનાં અશુભ કમ સર્વથા ક્ષીણ થયાં હોય છે, અશુભ કર્મના અનુબંધની શક્તિ હોતી નથી અર્થાતુ અશુભ કર્મ બંધાતાં પણ નથી. તેથી કરીને તેને આત્મસ્વરૂપ પૂર્ણ પ્રાપ્ત થયેલું હોય છે. તેને ગમનાગમનાદિક કાંઈ પણ ક્રિયા सूत्रम्-५
१७१