________________
परिनिव्वाइ
सव्वदुक्खाणं
अंतं
करेइ
=
=
=
सूत्रम् - ४
=
સર્વકર્મના વિનાશ વડે નિર્વાણ પામે
છે.
સર્વ દુઃખોના
અંતને
કરે છે.
ભાવાર્થ : તે ભવમાં મહાસત્ત્વશાળી આત્માને ઉચિત સમગ્ર કાર્ય કરી કર્મરૂપી ૨જ અને મળનો નાશ કરી અણિમાદિક સિદ્ધિને પામે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ભવોપગ્રાહી (ઘાતી) કર્મથી મુકાય છે. સર્વ કર્મનો વિનાશ કરી નિર્વાણ પામે છે અને સર્વ દુઃખોના અંતને કરે છે, અથવા સર્વ કાર્ય સમાપ્ત કરવાથી સિદ્ધ થાય છે, તેમાં પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે બૂઝે છે. સમગ્ર કર્મથી મુકાય છે. સમગ્ર સુખની પ્રાપ્તિ વડે નિર્વાણ પામે છે અને સર્વ દુઃખનો અંત કરે છે.
१६९