________________
જ છે. તેથી કરીને તે સમ્યફ પ્રકારે તેમાં જ પ્રવૃત્તિ કરે છે. અને આકુળતા રહિતપણે ઈષ્ટ વસ્તુને (પ્રવ્રજ્યાને) પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે કરેલી ક્રિયા એકાંતપણે કલંકરહિત અને નિષ્કલંક અર્થ (મોક્ષ)ને સાધનારી સુક્રિયારૂપ થાય છે કારણ કે ઉત્તરોત્તર શુભયોગની સિદ્ધિ થવા વડે તે ક્રિયા તથા પ્રકારે શુભ અનુબંધવાળી હોય છે. તેથી તે (સાધુ) સમ્યફ પ્રકારે પરાર્થ સાધવામાં કુશળ (સમર્થ) એવો સદા પ્રધાન પરાર્થ (મોક્ષ)ને સાધનાર બને છે. તે આ રીતે પરાર્થ સાધનાર હોવાથી મોટા ઉદયવાળો તે સાધુ તે તે પ્રકારે બીજ એટલે સમકિત અને બીજબીજ એટલે સમકિતની પ્રાપ્તિ કરાવનાર શાસનની પ્રશંસાદિક સ્થાપન કરવા વડે પરાર્થને સાધે છે. વળી તે સાધુ પરાર્થ સાધવામાં કર્તાપણામાં વીર્યાદિકથી યુક્ત, સફળ અને શુભ ચેષ્ટાવાળો, સુંદર આકારવાળો હોવાથી સમંતભદ્ર, શુભ પ્રણિધાનાદિકનો હેતુ, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં દીપક સમાન, રાગરૂપી વ્યાધિને દૂર કરવામાં ઉત્તમ વૈઘ સમાન, દ્વેષરૂપી અગ્નિને બુઝાવવામાં સમુદ્ર સમાન, સંવેગની સિદ્ધિ કરનાર અને અચિંત્ય-ચિંતામણી રત્ન સમાન થાય છે. सूत्रम्-४
१६५