________________
તેની ઈષ્ટવિયોગાદિક જનિત વેદના દૂર થતી જાય છે. તેને તે વેદનારૂપે ગણતો નથી. પછી ચારિત્રરૂપી આરોગ્યને પામી કર્મવ્યાધિના ઘણાખરા વિકારો નિવૃત્ત થવાથી તેનો ચારિત્ર સંબંધી શુભ ભાવ વધતો જાય છે. એ રીતે ચારિત્રારોગ્યની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલી શાંતિ વડે તે ચારિત્રારોગ્ય મેળવવામાં વિશેષ આગ્રહવાળો હોવાથી સુધાદિક પરીષહો અને દિવ્યાદિક ઉપસર્ગો થયા છતાં પણ તત્ત્વજ્ઞાન હોવાથી, તથા ક્ષાયોપથમિક ભાવરૂપ કુશલાશયની વૃદ્ધિ વડે ચિત્તની સ્થિરતા થવાથી તથા અમુક કાળે અમુક ક્રિયા કરવી છે એવો ઉપયોગ (જ્ઞાન) હોવાથી સદા રાગ-દ્વેષ, સુખ-દુઃખ વિગેરે કંઠને અભાવે શાંતિ (સમતા)યુક્ત થઈ શુભ ભાવરૂપ તેજોલેશ્યા વડે વૃદ્ધિ પામે છે તથા ઉચિતતા પ્રમાણે ગુરુના અભિપ્રાયને નિઃસંગપણે - સ્નેહરહિતપણે જાણી તે પ્રમાણે આચરણ કરવા વડે તે ગુરુનું પણ બહુમાન કરે છે કારણ કે આ નિઃસંગપણે ગુરુના અભિપ્રાયનું જ્ઞાન સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ હોવાથી તથા ભગવંત ઉપર બહુમાનપણું હોવાથી વિશેષ કરીને પ્રધાનભાવવાળું અને મોટું છે. એમ ભગવંતે કહ્યું છે કે
१४९
सूत्रम्-४