________________
શુભ પરિણામવાળો તે સાધુસંયમમાર્ગથી ભ્રષ્ટ થતો નથી. અને શુભ પ્રભાવરૂપ તેજોવેશ્યા વડે વૃદ્ધિ પામતો પામતો બાર માસના દીક્ષા પર્યાય વડે સર્વ દેવોની તેજોવેશ્યાને ઓળંગે છે. એમ મહામુનિ શ્રીવર્ધમાનસ્વામીએ કહ્યું છે. ત્યારપછી તે સાધુ શુક્લ, અખંડ તવાળો, મત્સર રહિત, કૃતજ્ઞ, શુભ આરંભવાળો અને હિતપરિણામી થાય છે. તથા શુક્લાભિજાત્ય - તે જ અખંડ બ્રેતાદિક ઉત્કૃષ્ટ ગુણવાળો થાય છે. તથા પ્રાયે કરીને કર્મના અનુબંધનો છેદ કરેલો હોવાથી તે લોકસંજ્ઞાને ખપાવે છે. અને તેથી જ પ્રતિસ્રોતગામી થઈ અનુસ્રોતગમનથી નિવર્તે છે. આવા સર્વદા શુભ યોગવાળાને તીર્થકરોએ યોગી કહેલો છે. આ પ્રમાણે ચારિત્રધર્મનો આરાધક, ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને યથાર્થ પાળનાર અને નિરતિચારપણે સર્વક્રિયાએ શુદ્ધ એવો તે સાધુ સમ્યફ પ્રકારે શુભ ક્રિયા કરવાથી મોક્ષને સાધનાર શુભ ભવને ધારણ કરે છે. જેમ સુંદર રૂપ વિગેરેને આશ્રી સુંદર ભોગસામગ્રી પ્રાપ્ત થાય છે તેમ શુભ ક્રિયાને આશ્રી શુભ ભવ પ્રાપ્ત થાય છે. તેથી સંપૂર્ણ કારણની
श्री पञ्चसूत्रम्
१५८