________________
જે મને ભાવથી માને - સ્વીકારે છે તે ગુરુને પણ માને છે એવી ભગવંતની આજ્ઞા છે. અન્યથા ગુરુનું બહુમાન કર્યા વિના જે પડિલેહણાદિક ક્રિયા કરાય તે તત્ત્વથી અક્રિયા (અસત્ ક્રિયા) જ છે અને તે કુલટા સ્ત્રીની ઉપવાસાદિક ક્રિયા જેવી હોવાથી તત્ત્વજ્ઞાનીઓએ અફળની અથવા અલ્પ ફળની – સાંસારિક ફળની પ્રાપ્તિ કરનાર હોવાથી ગહ - નિંદી છે. અહીં આવી અસત્ ક્રિયા કરવામાં તત્ત્વવેત્તાઓએ વિષમિશ્રિત અન્ન ખાવાથી જેમ અલ્પકાળ માટે તૃપ્તિ થાય છે પણ પરિણામે પ્રાણ જાય છે તેમ અલ્પ સાંસારિક સુખરૂપ ફળ થવાનું કહ્યું છે. એનું તાત્ત્વિક ફળ તો અશુભ કર્મના અનુબંધવાળો સંસાર જ પ્રાપ્ત થાય છે એમ જાણ્યું છે - કહ્યું છે.
मूलम् : (४१) आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरुसंजोगो । तओ सिद्धी असंसयं । एसेह सुहोदए, पगडितयणुबंधे, भववाहितेगिच्छी । न इओ सुंदरं परं। उवमा एत्थ न विज्जई। से एवंपण्णे एवंभावे एवंपरिणामे अप्पडिवडिए वड्डमाणे तेउलेसाए दुवालसमासिएणं परियारणं
१५०
श्री पञ्चसूत्रम्