________________
ભાવાર્થ : કોઈ પુરુષ કુષ્ઠાદિક મહાવ્યાધિથી ગ્રસ્ત થયો હોય, તેથી તેની વેદનાને અનુભવતો વેદનાનું સ્વરૂપ જાણી તત્ત્વથી ખરેખરો ખેદ પામ્યો હોય, તેવામાં કોઈ સુવૈદ્યના વચન વડે સમ્યક્ પ્રકારે તે વ્યાધિને જાણી દેવપૂજાદિક યથાર્થ વિધિથી પરિપાચનાદિક રૂપ સારી ક્રિયાને કરે અને મરણાદિકના ભયથી સ્વેચ્છાચારને રૂંધી હલકું અને પથ્ય ભોજન કરી કુષ્ઠાદિક વ્યાધિથી મુક્ત થતો જાય. પછી ખરજ વિગેરે દૂર થયે વેદનારહિત થઈ, આરોગ્યને પામી, તે આરોગ્યના લાભથી મળેલી શાંતિ વડે તેનું આરોગ્ય વૃદ્ધિ પામવા લાગે. તેથી તે આરોગ્ય મેળવવામાં તત્પર હોવાથી શિરાવેધ અને ક્ષારાદિકના પાતરૂપ આકરા ઉપચાર કરીને પણ વ્યાધિના ઉપશમથી આરોગ્યનું જ્ઞાન થવાથી અને ઇષ્ટ આરોગ્યની પ્રાપ્તિ મને જરૂર થશે એવી ખાત્રી થવાથી આકુળતારહિતપણે વૈદ્ય બતાવેલી ક્રિયામાં ઉપયોગ રાખી શરીરમાં તથા મનમાં થતી પીડા ગણ્યા વિના પ્રશસ્ત ભાવરૂપ શુભલેશ્યા વડે વૃદ્ધિ પામે છે અને તે વૈદ્યનું બહુમાન કરે છે. सूत्रम्-४
१४१