________________
ચિરકાળે ઇષ્ટસિદ્ધિને માટે થાય છે. અને જે ક્ષાયિક ચારિત્રદ્વીપ તથા ક્ષાયિક જ્ઞાનદીપ છે તે તો અપ્રતિપાતી હોવાથી તત્કાળ - તે ભવમાં જ સિદ્ધિને માટે થાય છે. આ પ્રમાણે દ્વીપ અને દીપના ભેદો છે. તે લક્ષમાં રાખી સૂત્રનો ભાવાર્થ સમજવો. તે નીચે પ્રમાણે તથા તે મુનિ આ ભવસાગરમાં સ્પંદનાદિક ભેદવાળા આશ્વાસનદ્વીપને અને અસ્થિરાદિક ભેદવાળા પ્રકાશક દ્વીપને સારી રીતે જાણે છે. એટલું જ નહીં પણ તે સર્વ ભેદોમાંથી અસ્પંદન (ક્ષાયિક ચારિત્ર) દ્વીપ અને સ્થિર ક્ષાયિક જ્ઞાનદીપને અર્થે શક્તિ પ્રમાણે ઉદ્યમ કરે છે તથા ભ્રાંતિરહિત, ફળ માટે ઉત્સુકતારહિત અને સૂત્રાનુસારે શુદ્ધ ચારિત્રવ્યાપારનો આરાધક થાય છે. અને એ જ પ્રમાણે ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રવ્યાપારની શુદ્ધિ વડે તે તે ગુણના રોધક પાપકર્મથી વિમુક્ત થાય છે. એ રીતે વિશુદ્ધ પરિણામવાળો થતો થતો જન્મપર્યંત કે સંસા૨પર્યંત મોક્ષસાધક ભાવક્રિયાને આરાધે છે. ત્યારપછી સંયમ અને તપની ક્રિયાથી શરીરે પીડા પામ્યા વિના અને ક્ષુધાદિક પરીષહો તથા દિવ્યાદિક
श्री पञ्चसूत्रम्
१३६