________________
મહાત્થપયામો = વિરાધનાથી મહાઅનર્થ થાય છે એવા
ભયથી જ વિહિવ્યા = જિનાજ્ઞા વિરાધવી નહીં. આજ્ઞા
વિરાધન જેવો બીજો અનર્થ નથી. ભાવાર્થ: તે શુક્લપાક્ષિક પુરુષ માતાપિતાદિકને સમ્યક્તાદિક ઔષધની પ્રાપ્તિ કરાવી ચરમ મરણ (મોક્ષ)ના અવંધ્ય બીજના યોગ વડે જીવાડવાનો સંભવ હોવાથી અત્યંતપણે જીવાડી શકે છે. આ હેતુથી જે ત્યાગ કરવો તે સત્પરુષને ઉચિત છે. કેમ કે માતાપિતાનો પ્રત્યુપકાર થઈ શકતો નથી. સત્પરુષનો ધર્મ છે કે કોઈ પણ પ્રકારે ધર્મ પમાવડો. આ બાબતમાં અકુશલાનુબંધિ (શોક કરનારા) માતાપિતાના શોકને અભિગ્રહ વડે દૂર કરનાર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીનું જ ઉદાહરણ છે. તેથી કરીને આ રીતે સર્વથા પ્રકારે પરને ઉપતાપ ઉપજાવ્યા વિના ભગવંત શ્રી વીતરાગની દ્રવ્ય અને ભાવપૂજા કરી સાધુને-સુપાત્રોને તથાવૈભવ પ્રમાણે બીજા દીનહીન વિગેરેને દાનાદિ વડે સંતોષ માડી, મુનિને ઉચિત એવા
सूत्रम्-३
११५