________________
વેષને ધારણ કરી આવશ્યકનો ઉચ્ચાર કરી (કરેમિ ભંતે ઉચ્ચરી) સારું શુભ મુહૂર્ત જોઈને ગુરુએ ગુરુમંત્ર વડે વાસક્ષેપ કરેલો અને મોટા હર્ષ વડે ચઢતા પરિણામવાળો થઈ, લૌકિક ધર્મનો ત્યાગ અને લોકોત્તર ધર્મનું ગ્રહણ કરવા વડે સદ્ગુરુની સમીપે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રવ્ર જયા ગ્રહણ કરે. આવી જિનેશ્વરની આજ્ઞા મહાકલ્યાણકારક છે એમ જાણી, મોક્ષના ઇચ્છુક ડાહ્યા પુરુષે તેને વિરાધવાથી મહાઅનર્થ થાય છે. એવા ભયથી જિનાજ્ઞા કદી પણ વિરાધવી નહીં કેમ કે એના જેવો બીજો કોઈ અનર્થ નથી. આજ્ઞા આરાધવી એ જ મોક્ષમાર્ગ છે એમ જાણવું. - પ્રવ્રયાગ્રહણના વિધિનું ત્રીજું સૂત્ર સમાપ્ત.
११६
श्री पञ्चसूत्रम्